SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બ૦ દુલેરાય નરસિંહવાનજી વગેરે અમલદારોને નીમ્યા. અને મરજી પ્રમાણે ગણતરી કરવાનું નક્કી કર્યું. નોંધ : પોલીટીકલ એજટ આર. એચ૦ કીટી જે તા. ૫-૧૨-૧૮૬૩ને રેજ વઢવાણના મુકામેથી આપેલા ફેંસલાની ૨૧મી કલમમાં સાફ સાફ જણાવ્યું હતું કે “દરમાં ફેરફાર કરવાની માગણી થાય ત્યારે ગણત્રી કરવાનું કામ કાઠિયાવાડની પોલીટીકલ એજન્ટ તરફથી નીમાયેલા માણસો અથવા સીવીલ સત્તા ધરાવનાર સરકારી અમલદાર તરફથી નીમાયેલા માણસો કરશે” આમ હોવા છતાં પણ રાજ્ય પિતે જ આપ ખુદ રીતે ગણતરી કરવાનું કામ કર્યું. રાજ્ય સને ૧૮૮૧-૮૨ માં યાત્રિકોની ગણતરીની વ્યવસ્થા ગઢવી, પાલીતાણામાં ભૈરવપરામાં ટીકીટ ઘર રાખ્યું. ત્રણ જાતની ટીકીટે બનાવી, પણ આથી તે યાત્રિકોને હાડમારી વધી પરિણામે યાત્રાળુઓ ઘટી ગયા. રાજ્ય બનાવટી યતિઓ એકલી મારવાડ અને દક્ષિણના જેનેને પાલીતાણાની યાત્રાએ બોલાવ્યા. આ પ્રચારથી કાનપુર પાસેના કંમ્પ ગામના ૫૬ જેને પાલીતાણ આવ્યા. રાયે આ કટની પેઢીના માણસને દેખાવ રચી તેઓનું સ્વાગત કર્યું, અને તેઓની પાસેથી આ૦ ક0ની પેઢીની વિરુદ્ધને તથા રાજ્યની પ્રશંસા કરતે પત્ર લખાવી લીધું. રાયે આ૦ કને મુનિમ વગેરેને હેરાન કર્યા. તેના ઉપર કેસ ચલાવ્યું અને દંડ કરાવ્યું. મુંબઈ સરકારે આ હાડમારીની વિગત જાણું, ઠા. સૂરસિંહજીને મુંબઈ બોલાવ્યા, ને ઠપકો આપ્યો. ઠા. સૂરસિંહજી મુંબઈથી પૂના જતાં ઘોડાગાડીમાં જ પાણીના અભાવે હૃદય બંધ પડી જવાથી સને ૧૮૮૫-૮૬માં મરણ પામ્યા તેણે ભાયાતની જમીન પણ દબાવી હતી. અને પોતાના પુત્ર સામંતસિંહને આદપર અને પછેગામ એમ બે ગામ આપ્યાં હતાં. ૨૭, ઠાઠ માનસિંહજી–તેણે સૌ પ્રત્યે ઉદારતાને વર્તાવ રાખે. તેને સં. ૧૯૧૮ના જેઠ સુદિ ૮ તા. ૭-૬-૧૮૬૨ બુધવારના રોજ જન્મ થયે હતે. અને સં. ૧૯૪રના માત્ર વદિ ૨ તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy