________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ ગચંદ્રસૂરિ ૧૮૧ બાબતમાં વિશેષ પ્રયત્ન તથા ખ્યાલ કરવું આવશ્યક છે. ઈતિ, તારીખ ૨૭ જિલહજ,
(પાછલા પાના પર લખેલું ) મહેર વગેરે
( જે દરેક વાંચી શકાતા નથી. )
ફરમાન ત્રીશમું જગશેઠને સમેતશિખર પહાડ ઈનામ આપ્યાનું ફરમાન
બા, અહમદે જુલસી સન ૫, હીજરી સન ૧૧૬૫, ઈ. સ. ૧૭૫૨, વિ. સં. ૧૮૦૯ માં જગતશેઠ મહતાબરાયને મધુવન કેઠી, જયપાર નાળું, પારસનાથ તળેટી વચ્ચેની ૩૦૧ વીઘા જમીન વગેરેપારસનાથ પહાડ ઈનામમાં આપે. (અમારે “જૈનતીર્થોને ઇતિહાસ” પૃ. ૫૯, તથા
પ્રક. ૫૮, ૨૯ જગતશેઠ વંશ) નોંધ : આ ફરમાન અમને મળ્યું નથી. ૧લ્મ બા, આલમ શાહ (બીજો) (પરિ. માટે જૂઓ પ્ર. ૪૪. ૧૦૯)
રાજ્યકાળ :- હી. સન-૧૧૬૭ શાબાદ તા. ૧૦ થી ૧૧૭૩ રવિઉસ્સાની તા. ૮ સુધી, તા. ૨–૬–૧૭૫૪ થી તા. ૨૯-૧૧૧૭૫૯ સુધી, ચિત્રાદિ વિ. સં. ૧૮૧૧ જે. સુ. ૧૨ થી ૧૮૧૬ માત્ર સુ. ૧૦ સુધી.
ફરમાન નં. ૩૧ મું. સમેતશિખર તીર્થને કરમુક્ત જાહેર કર્યાનું
– ફરમાન – બાદશાહ આલમે જુલસી સન-૨, હીજરી સન ૧૧૬૮, ઇ. સ. ૧૭૫૫, ચિત્રાદિ વિ. સં. ૧૮૧૨ પ્ર. જેઠ સુદમાં જગશેઠ ખુશાલચંદને પાલગંજ પહાડ કરમુક્ત એટલે વેઠ વેરો લાગત, જકાત, મુંડકાવેરે, વગેરે માફ કર્યાનું ફરમાન આપ્યું હતું.
નેંધ : આ ફરમાનની નકલ અમને મળી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org