________________
૧૬૨
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ ફરમાન બાવીસમું –
જૈન સાધુને કુપાકતીર્થ ઈનામ આપ્યાનું ફરમાન
બા, શાહઆલમ બહાદુરશાહના. હૈદ્રાબાદના સૂબા મહમ્મદ યુસુફખાને વિસં. ૧૬૬૭ના ચિત્ર શુદિ ૧૦ ને રવિવારે પુષ્ય નક્ષત્ર અને વિજય મુહૂર્તમાં ભટ્ટા, વિજયરત્નસૂરિના સમયે તપગચ્છના મહ૦ મેઘર્ષિગણિની પરંપરાના પં. દામષિગણિના શિષ્ય પં. કેસર કુશળગણિને કુલ્પાક તીર્થ ભેટ આપ્યું અને જેનસંઘે તેને જીર્ણોદ્ધાર કરી પંન્યાસજીના હાથે તેમાં ભ૦ માણિજ્યસ્વામીઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. (જૂઓ કુપાકતીર્થના શિલાલેખો.) ફરમાન ત્રેવીસમું –
હીરવિહાર માટે જમીન ભેટ આપવાનું ફરમાન
સૂબે મહમ્મદ યુસુફખાન ૫૦ કેસરકુશળગણિને ભક્ત હતે. આથી તેણે તેમને હૈદ્રાબાદ શહેરની બહાર જગદ્ગુરુ આ૦ હીરવિજય સૂરિને હીરવિહાર (દાદાવાડી) બનાવવા માટે મેટી જમીન ઈનામમાં આપી. સંઘે ત્યાં હીરવિહાર બંધાવ્યું. ત્યારે તપગચ્છમાં સૌનું હીરવિહાર (દાદાવાડી) બનાવવાનું વિશેષ લક્ષ્ય હતું. (પ્રક. ૪૪, પ્રક. ૫૫ તથા ૫૮–મહોરા ઉદ્યોત વિ.ગણિની ૭મી પરંપરા) પણ આસમાની સુલતાની વખતે તે હીરવિહાર નાશ પામ્યો અને હૈદ્રાબાદના પ્રસિદ્ધ જૈન અમરશી સુજાનમલજીના સમયે તે જમીનનો પટ્ટો, ફરમાન પણ નાશ પામ્યાં. તે પછી ખરતરગચ્છના સંઘે ત્યાં આ૦ જિનકુશળસૂરિની દાદાવાડી બનાવી છે, જે આજે દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. આ જમીનનું ફરમાન કે પટ્ટો મળતાં નથી, પણ સૌ કોઈ જાણે છે કે–સૂબાએ આ જમીન પં. કેસરકુશળગણિને આપી હતી અમને લાગે છે કે આ જિનકુશલસૂરિ અને ૫૦ કેશરકુશલગણિ એ બન્નેનાં નામમાં કુશલ શબ્દ હેવાથી તે સ્થાન દાદાવાડી બન્યું હોય. (જુઓ—સને ૧૯૬રને હૈદ્રાબાદના “જેન સેવાસંઘને વિશે
વાંક૫૦ ૪૬ તથા પ્રક. ૪૪ ૫૦ ૧૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org