SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કેઈ પ્રાન્ત અને પહાડ અમે (શ્રી શાન્તિદાસને) સોંપ્યો છે, તે માટે કોઈ દવે કે આક્રમણ કરશે તો તે લેકની બદદુઆ અને અલ્લાહની ત્યાનતને પાત્ર કરશે. (તા. ૨૮-૪-૧૯૬રનું ગુજરાત સમાચાર, વર્ષ–૩૧, અંક–૧૩૫ પૃ૦ ૯) આ લેખ ઉપરથી તારવી શકાય છે કે બાટ શાહજહાં તથા શાહજાદા ઔરંગઝેબે ગુજરાતના સુબા નવાજખાન ઉપર હીજરી સન ૧૦૬૧માં એટલે વિસં. ૧૭૦૮ શેઠ શાન્તિદાસની રકમ પાછી વાળવાનું ફરમાન મોકલ્યું હતું. (૨) બાટ ઔરંગઝેબે હીજરી સન ૧૦૭૦ના રજબ મહિનાની. તા ૧૦મીએ વિ. સં. ૧૭૧૭ ચિત્ર સુદિ ૯, ૧૦ કે ૧૧ના રોજ સને ૧૯૬૦ના ફેબ્રુઆરીમાં શેઠ શાન્તિદાસને શત્રુંજય, ગીરનાર, આબુ તીર્થો ઈનામ આપ્યાં. અમારી ઈચ્છા છે કે–આ બંને ફરમાને જોયા પછી ભવિષ્યમાં આ ઈતિહાસના છેલ્લા પ્રકરણમાં કે બીજી આવૃત્તિઓમાં વિશેષ પ્રકાશ પાડ. ફરમાન ૧૮ થી ૨૩ ૧૧મે, બા મુહીઉદીન મહમ્મદ ઔરંગઝેબ આલમગીર (પરિચય માટે જૂએ પ્ર. ૪૪ પૃ૦ ૧૦૩ થી ૧૦૫) (રાજ્યકાળ:- હીજરી સન ૧૦૬૮ જિલ્કાદ તા. ૧ થી સન ૧૧૧૮ જિલ્કાદ તા. ૨૮ સુધી; તા. ૨૩–૭–૧૬૫૮ થી તા. ૨૧–૨–૧૭૦૭ સુધી; વિ. સં. ૧૭૧૫ ના શ્રા, સુ૨ ૩ થી વિ. સં. ૧૭૬૩ ફાઇ વ૦ ૧૪ સુધી) તેનું મૂળ નામ મુહઉદ્દીન મહમ્મદ ઔરંગઝેબ આલમગીર હતું, આથી તે અને મહમ્મદ દારા શિકોહના નામે વચ્ચે ભ્રમણું ઊઠે છે. બાળ ઔરંગઝેબે જેનાચાર્યોના ઉપદેશથી વિવિધ ફરમાન આપ્યાં હતાં, જે કે તે મળતાં નથી પણ ઇતિહાસમાં તેના ઉલ્લેખ જોવા મળે છે, તે આ પ્રમાણે– ફરમાન અઢારમું : બા, ઓરંગઝેબે ભ૦ હેમવિમલસરિની પરંપરાના પં પ્રતા૫કુશળને ઈનામમાં પાંચ સાત ગામ આપી ફરમાન આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy