________________
કરવામાં આવે છે વચ્ચે એક
રાસના બંદાઓ
૧૫૪
જેને પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બાબતમાં આખી દુનિયા જેને તાબે છે એવા બાદશાહને હુકમ નીકળ્યો છે કે, “ઊંચા દરજજાના નામદાર શાહજાદાએ એ મહેરાબ બનાવ્યું છે, તે કાયમ રાખ અને દેરાસર અને મહેરાબની વચમાં મહેરાબની પાસેથી એક દિવાલ ચણી લેવી કે જેથી એ બે વચ્ચે એક પડદે થાય.” એટલા માટે હુકમ કરવામાં આવે છે કે, ઊંચા દરજજાના બાદશાહના બંદાઓએ જ્યારે મજકુર સતિદાસ (શાંતિદાસ)ને એ દેરાસર મહેરબાનીની રાહે બક્ષિસ જ આપ્યું છે, ત્યારે આગળની રીત મુજબ તે તેને કબજે લઈલે અને પિતાના ધરમ મુજબ જેમ ચાહે તેમ તેમાં પૂજા કરે અને કેઈ પણ માણસ તેમાં તેને હરકત કે અટકાવ કરી શકે નહીં અને વળી, કેટલાએક ફકીરે, જેઓ ત્યાં મુકામ કરી પડ્યા છે તેમને ત્યાંથી ખસેડી સતિદાસને તેમના તરફથી થતી અડચણ તથા તેમના તરફથી ઊભા થતા કજિયામાંથી મુક્ત કરે.” અને વળી અમને એવું પણ જણાવવામાં આવ્યું છે કે, “બાવરી જાતને કેટલાએક એ દેરાસરની ઈમારતને મસાલે લૂંટી ગયા છે, તો ગમે તે પ્રકારે પણ એ મસાલે પાછા મેળવી મજકુર શમ્સને આપવો. અને જે તે લોકેએ તે મસાલે વાપરી નાખ્યું હોય તો તેમની પાસેથી તેની કિંમત લઈને સતિદાસને આપવી, આ બાબત આ બાદશાહી ફરમાન છે એમ ગણી, તેનાથી વિરુદ્ધ યા ઊલટું કેઈએ ચાલવું નહીં. લખ્યું તા. ૨૧ મહિને જમાદિકલસ્સાની સને ૧૦૮૧. નોંધ:- મથાળે મહોર-સિક્કો શાહજહાંના પુત્ર મહમદ દારાશિકેહને
-અનુવાદક સૂચના:- શ્રી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ અનુવાદિત કરેલાં આ છે ફરમાનેમાંની હકીકતનું સમર્થન કરે એવું એક લખાણ શ્રી. હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ લખેલ “ટચૂકડી ચોથી સે વાતો” નામક પુસ્તકમાંથી ઉધૃત કરીને અહીં પરિશિષ્ટ રૂપે આપ્યું હતું તેને અમે અહીં સારરૂપે આપીએ છીએ.
-સંગ્રાહક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org