________________
ચુંમાલીસમું ] પરવી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૩૩ હોય છે. તેઓ ગરમ કરેલું પાણી પીએ છે. તે શરદી લાગવાના ભયથી નહિ, પણ એવા મન્તવ્યથી કે પાણીમાં જીવ છે, અને ઉકાળ્યા સિવાય તે પીવામાં આવે તે તે જીવને નાશ થાય છે. આ જીવ પરમેશ્વરે બનાવ્યા છે. અને આમાં (ઉકાળ્યા વગર પીવામાં) બહુ પાપ છે. પણ જ્યારે ઉકાળવામાં આવે છે, ત્યારે તેમાં જીવ રહેતો નથી. અને આ કારણથી તેઓ તેમના હાથમાં અમુક પ્રકારની પીંછીઓ (ઘા) લઈને ફરે છે. આ પીંછીઓ તેના દાંડાઓ સહિત રૂની (ઉનની) બનાવેલી સીસાપેને જેવી લાગે છે. તેઓ આ પીંછીઓ વડે જમીન અથવા બીજી જગ્યાઓ કે જ્યાં તેમને ચાલવાનું હોય છે, તેને સાફ કરે છે, કારણકે તેમ કર્યાથી કઈ જીવના ઘાત થાય નહિ. આ હેમને લીધે તેમના વડવાઓને અને ઉપરીઓને ઘણી વખત જમીન સાફ કરતાં મેં જોયા છે. તેમના સૌથી મોટા નાયકના હાથ નીચે તેની આજ્ઞામાં રહેનારા એક લાખ માણસે હશે. અને દરેક વર્ષે આમને એક ચુંટાય છે. મેં તેમાં આઠ-નવ વર્ષની ઉમરના છોકરાઓ પણ જોયા, કે જેઓ દેવ જેવા લાગતા હતા. તેઓ હિંદુસ્થાનના નહિ, પરંતુ યુરેપના હોય, એવા લાગતા હતા. આટલી ઉંમરે તેમના માતા-પિતા તેમને ધર્મને માટે અર્પણ કરી દે છે.
તેઓ પૃથ્વીને અનાદિ માને છે, અને માને છે કે આટલા વખતમાં (અનાદિકાળમાં) તેમના ઈશ્વરે ૨૩ પેગમ્બર (પ્રવર્તક) મોકલ્યા. અને આ છેલલા યુગમાં બીજે એક મેકલ્ય, એટલે ચોવીસ થયા. આ ચોવીસમાને થયે બે હજાર વર્ષ થઈ ગયાં છે. અને તે વખતથી તે અત્યાર સુધીમાં બીજા પ્રવર્તકેએ નહિ બનાવેલાં એવાં પુસ્તકે તેઓના કબજામાં છે. - ફાધર ઝેવીયરે અને મેં આ બાબત તેમની સાથે વાત કરી અને પૂછયું કે- આ છેલા પ્રવર્તકથીજ તમારે ઉદ્ધાર છે કે શું?
ઉપર્યુક્ત બાબનશા અમારો દુભાષિયે હતે. અને તેઓએ અમને કહ્યું કે-આ બાબતની આપણે ફરીથી વાત કરીશું. પણ અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org