________________
૧૨૦
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૩૭ના બીજા અરદીબેહસ્ત મહિનાની બીજી–ત્રીજી તારીખે, હીજરી સન ૧૦૦૦ ના ત્રીજા રવિઉલ અવલ મહિનાની તા. ૭મીએ સિદ્ધાચલજી, ગિરનાર તારંગા, કેશરિયાજી, આબૂ, રાજગૃહીના પાંચ પહાડે, સમેતશિખર વગેરે તીર્થો શ્વેતાંબર જૈન તીર્થો હોવાનું નકકી કરી આ બધા તીર્થો આ૦ હીરવિજયસૂરીધરજીને આપ્યાં અને તે તે સ્થાનમાં અહિંસાને હુકમ આપે.
પરંતુ આ ફરમાનના અનુવાદમાં આપેલ મહિનાના નામમાં ફરક લખાયો છે.
જુલસી સન ૩૭, ઈલાહી સન ૩૭ ના ફરવરદીન મહિનાની પહેલી તારીખે, હીજરી સન ૧૦૦૦ ના જમાદિઉલસાની મહિનાની તા. ૫, હિંદી સં૦ ૧૬૪૯, ગૂજ૦ ૦ ૧૬૪૮ની ચૈત્ર સુદિ ૭ અને તા. ૧૦–૩–૧પ૯૨ હેય.
ફરમાનમાં લખેલ અરદીબેહસ્ત મહિને ફરવરદિન મહિનાથી બીજે મહિને છે, તો આ રીતે મેળવતાં ત્યારે બીજા સંવતોના પણ બીજા બીજા મહિના આવે.
તો સંભવ છે કે, બાદશાહ અકબરે જુલસી ઈલાહી સન ૩૭ બીજા અરદીબેહસ્ત મહિનાની તા. ૩ જી, હીજરી સન ૧૦૦૦ રજબ મહિનાની તા. ૭મી, હિંદી વિ. સં. ૧૬૪૯ના વૈશાખ સુદિ ૧૦ અને તા. ૧૨-૪–૧૫૯૨ ને રોજ આ૦ હીરવિજયસૂરિને આ ફરમાન આપ્યું હોય.
આ૦ હીરવિજયસૂરિને આ તીર્થ મળ્યું તેથી ખંભાતના સેની તેજપાલ વગેરેએ શત્રુ જયતીર્થના મોટા જિનપ્રાસાદનો “નંદિવર્ધન જિનપ્રાસાદ” નામ આપી જીર્ણોદ્ધાર કરાવ્યો. બીજા જેનોએ નવા નવા જિનાલયે બનાવ્યાં. આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૪૯ પ્રથમ ચૈત્ર સુદિ ૧૫ ને રોજ પાટણને છરી પાળતા યાત્રાસંધ સાથે શત્રુંજયતીર્થની યાત્રા કરી અને નંદિવર્ધન જિનપ્રાસાદ વગેરેની પ્રતિષ્ઠા કરી. (ઈતિ, પ્રક. ૫૮ મું)
ફરમાન પાંચમું અહિંસાનું ફરમાન
अल्लाह अकबर नकल- प्रतिभाशाली ( चमकदार ) फरमान
जिस पर मुहर 'अल्लाह अकबर' लगी हुई है ।
तारीख शहरयूर ४ माह महर आलही सन् ३७ । 'चूंकि उमदतूल मुल्क रुकनूस सल्तनत उल काहेरात उजदूददौला निजामुद्दीन सइदखाँ जो बादशाहका कृपापात्र है, मालूम हो चूंकि मेरा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org