________________
૧૧૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઈલાહીનું નામ આપી હીજરી સનને બદલે સર ઈલાહી સનને પ્રચાર કર્યો હતે.
ઈની સનમાં મહિનાઓનાં નામ આ પ્રમાણે મળે છે
(૧) ફરદીન, (૨) અદીબેહસ્ત, (૩) ખેરદાદ, (૪) તીર, (૫) અમરદાદ, (૬) શેહેરેવર, (૭) મેહેર (મિહીર). (૮) આવાં (૯) આદર, (૧૦) દએ (દહે), (૧૧) બેહમન, (૧૨) અફેંદામૈદ.
બાટ અકબરે પિતાના ઈલાહી સનમાં આ ઈરાની મહિનાઓમાં નામ રાખ્યાં હતાં અને ઈલાહી સનના ફરવરદીન મહિનાની તા. ૧ થી તેને પ્રારંભ કરાવતા હતે. અને તે જ દિવસે પોતાના રાજ્યાભિષેકને ઉત્સવ મનાવતે હતો. આથી આ નવા સનનાં (૧) ઈલાહી સન, અને (૨) જુલુસ સન એમ બે નામે મળે છે.
હિજરી સન - આ સન મહમ્મદ પેગંબરથી શરૂ થયેલ છે. તેને પ્રારંભ હિંદી મહિનાઓની સુદિ ૧ અથવા સુદિ ૨ થી થાય છે. હિંદી મહિનાઓમાં વૃદ્ધિ થાય ત્યારે આ મહિનાઓમાં વૃદ્ધિ થતી નથી. આથી ત્રણ-ચાર વર્ષે હિંદી મહિનાઓથી આ મહિનાઓ જુદા પડી જાય છે. હીજરી મહિનાઓના નામ આ પ્રકારે મળે છે –
(૧) મેહેરમ, (૨) સફર, (૩) રવિઉલ અવલ, (૪) રવિઉલ આખર, (૫) જમાદિઉલ અવલ (જમાદિલ અવ્વલ), (૬) જમાદિઉલ આખર (જમાદિલ આખર ), (૭) રજબ, (૮) શાબાન, (૯) રમજાન, (૧૦) શવ્વાલ, (૧૧) જિલ્કાદ, (૧૨) જિલ્ડજ,
બા, જહાંગીર પણ પોતાના રાજ્યાભિષેકને ઉત્સવ ઈલાહી સનના ૫૧મા વર્ષને પિતાને જુલસી સન એક (૧) માની અને ફરવરદિન મહિનાની તા. ૧ થી મનાવતે હતે.
બાટ શાહજહાંએ પિતાના રાજ્યાભિષેકને ઉત્સવ ઈલાહી સનના ફરવરદિન મહિનાની તા. ૧ ના રોજ ન મનાવતાં હીજરી સનના મહોરમ મહિનાની તા. ૧ થી મનાવે શરૂ કર્યો.
ઈલાહી સન, જુલુસ સન અને હીજરી સન આ ત્રણેને એક સાથે ગોઠવવાની ગરબડમાં અથવા ઉર્દૂ લિપિમાં એક બારીક રેખા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org