________________
૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પકડી કેદ કર્યો. અને પોતે સં૦ ૧૬૬૫ના બીજા ભાદરવા વદિ ૯-૧૦ ના રોજ આગરા આવી ગયે.
બાદશાહને આગરામાં આવ્યા બાદ ઉપાય માનસિંહ (ભ૦ જિનસિંહસૂરિ)ની “ભવિષ્યવાણીના સમાચાર” મન્યા અને બિકાનેરના રાજા તથા મંત્રીઓના બળવાની મૂળ વાત જાણું ત્યારે બાદશાહ જહાંગીરે ગુસ્સે થઈને “ભ૦ જિનસિંહના શિષ્ય પરિવારને આગરા પ્રદેશમાં વિહાર કરવાની મનાઈવાળે કડક હુકમ” બહાર પાડ્યો અને પછી બિકાનેરના રાજવંશ અને મંત્રીવંશને પ્રશ્ન હાથમાં લીધે. રાજા રાયસિંહ, રાજપુત્ર દલપતસિંહને એક પછી એક તેના વારસદારોના હાથે મરાવી નાખ્યા, અને પછી બિકાનેરના નવા રાજાના હાથે જ મંત્રી કર્મચંદ્ર બછાવતના કુટુંબ પરિવારને નાશ કરાવ્યું.
(–જૂઓ દેવીપ્રસાદ મુંશીએ કરેલો “તૂ ભૂ કે જહાંગીર”
એટલે “જહાંગીરનામાને હિંદી અનુવાદ-સારાંશ, સં. ૧૯૬૨માં કલકત્તામાં પ્રકાશિત આવૃત્તિ, પૃ. ૧૫, પર,
૬૬, ૭૦, ૯૭, ૧૦૯, ૧૫૨, ૧૮૧, ૨૦૯ વગેરે) ભર જિનચંદ્રસૂરિ પોતાના પરિવારના યતિઓ તથા મુનિઓને વિહાર આગરા પ્રદેશમાં બંધ હતું તેને ખુલ્લે કરાવવા સં૦ ૧૯૬૯-૭૦માં આગરા પધાર્યા. તે, મહ૦ વિવેકહર્ષ ગણિવર તથા પં. પરમાનંદગણિ વગેરેને સાથે લઈ બાદશાહ જહાંગીરને મળ્યા. તેઓએ “બાદશાહને સમજાવી, શાંત પાડી, ખરતરગચ્છના યતિઓના આગરા–પ્રદેશમાં વિહાર માટે જે મનાઈ હૂકમ હતો તે પાછો ખેંચાવી લીધે.” (પ્ર. પ૫ મહા વિવેકહર્ષ ગણિ–પ્ર. ૪૦, પૃ. ૪૮૩ )
બાદશાહ જહાંગીરે પોતે “આ૦ જિનસિંહસૂરિ સં૦ ૧૬૭૪ના પિષ વદિ ૧૩ ના રોજ મેડતામાં કાળધર્મ પામ્યા છે” એમ જાણ્યું
ત્યારે “જહાંગીરનામા'માં (પોતાની જીવનઘટનાઓની નેધપથીમાં) તે આચાર્ય માટે કડવા શબ્દોમાં લખાણ કર્યું હતું.
મંત્રી કર્મચંદ્ર બછાવત બિકાનેરથી આગરા આવીને બાદશાહના જનાનખાનાને ખાનગી મંત્રી બન્યું હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org