________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
૮૫ પરિવાર –
બાદશાહ અકબરને (૧) રાજા ભગવાનદાસની બહેન, (૨) રાજા માનસિંહની ફેઈ, (૩) મેડતાના રાજા મલદેવની પુત્રી જોધબાઈ, (૪) બિકાનેરની રાજકન્યા એમ ચાર હિંદુ રાણીઓ હતી અને સાત મુસલમાની બેગમો હતી. આ રીતે કુલ ૧૦ થી ૧૧ બેગમ હતી. મિ. ઈ. બી. હેવલ લખે છે કે–બાદશાહ અકબરને ઘણું બેગમ હતી.
બાદશાહ અકબરને (૧) જહાંગીર-શેખસલીમ, (૨) મુરાદપહાડી અને (૩) દાની આર. એમ ત્રણ શાહજાદા હતા. શાહજાદા જહાંગીરને હીન્દુ બેગમથી થયેલે પુત્ર ખુશરૂ નામે પૌત્ર હતે.
બાદશાહ અકબરને પિતાના એક પણ પુત્રને દિલ્હીની ગાદી આપવાની ઈચ્છા નહોતી. કેમકે જહાંગીરે તેની સામે બળવો જગાડ્યો હતો. મુરાદ–પહાડી ભારે શરાબર હતો અને દાનીઆર શરાબી તેમજ વ્યભિચારી હતી. આથી તેને પૌત્ર ખુશરૂને દિલ્હીની ગાદી આપવાની ઈચ્છા હતી.
બાદશાહ અકબર બિમાર પડ્યો એવામાં તેની માતા મરી ગઈ, આથી તેને વધુ આઘાત લાગ્યા. છેવટે તેણે પિતાના રાજ્યના ઉચ્ચ અધિકારી મુસલમાનોની સલાહથી જહાંગીરને જ સૌની વચ્ચે પિતાને વારસદાર જાહેર કરી, તેને પોતાને મુકુટ અને પિતાની તરવાર આપ્યાં.
બાદશાહ અકબર ૫૦ વર્ષ સુધી રાજ્ય ભોગવી સં. ૧૬૬રના કાર્તિક શુદિ ૧૪ ને મંગળવાર, જમાઉસ્સાની તા. ૧૩ ઈ. સ. તા. ૧૫-૧૦-૧૯૦પની રાતે ૧૪ ઘડી ગયા બાદ આગરામાં મરણ પામ્યું.
૯. બાદશાહ જહાંગીર-રાજ્યકાળ-હીજરી સન-૧૦૧૫ થી ૧૦૩૭ના સફર મહિનાની તા. ૨૮ (વિ. સં. ૧૬૬૩ થી ૧૬૮૪ કાર્તિક વદિ૦)); સને ૧૬૦૬ થી તા. ૨૮–૧૦–૧૬૨૭)
તે અકબર બાદશાહની હિંદુ બેગમ જોધબાઈને પુત્ર હતા. બાદશાહ અકબરને ૧ જહાંગીર, ૨ મુરાદ અને ૩ દાનીઆર એમ ત્રણ પુત્ર હતા તે પૈકી આ સૌથી મોટો હતો. તેનાં ગુરૂદીન મહમ્મદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org