________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અકબર બાદશાહના રાજ્યમાં અભિવાદન માટે જુહાર, પ્રણામ, જયશ્રીકૃષ્ણ, જય જિનેંદ્ર, સલામ આલેકમ, વાલેકમ સલામ વગેરે શબ્દ વપરાતા હતા.
બાદશાહની દીન-ઈ-ઈલાહી ધર્મ સભાના સભ્યો આપસ આપસમાં અલ્લાહ અકબર” અને “જલજલ લુહૂ” શબ્દ વાપરતા હતા. સંવત
બાદશાહ અકબરે પિતાના રાજ્યમાં ઈલાહી સંવત ચલાવ્યું હતું. તેનાં ફરમાનમાં ઈલાહી સંવત તથા જુલસી સંવતને ઉલ્લેખ મળે છે.
૧. ગૂર્જરેશ્વર કુમારપાલે સં. ૧૧૯૯ અથવા સં૦ ૧૨૧૬માં “સિદ્ધહેમકુમાર સંવત” ચલાવ્યો હતો. (-પ્રક. ૩૫, પૃ૦ ૧૨૧ )
બીજાપુરના બાદશાહ શિયા સંપ્રદાયના યુસુફ આદિલશાહે વિ. સં. ૧૩૧૩ થી “આદિલશાહી સન ચલાવ્યો હતો.
કચીનની ઉત્તરમાં બિપીન ટાપુ નીકળે, તેની યાદગીરીમાં સં. ૧૩૯૭ થી પુડપુ (નવો વસવાટ) સંવત્ નીકળે હતો.
ઉત્કલના રાજા કપિલેશ્વરદેવે વિસં. ૧૪૯૧ (સને ૧૪૩૫)માં “કપિલસંવત ચલાવ્યો હતો.
મોગલ સમ્રા બાદશાહ અકબર વિ. સં. ૧૬૧રના મહા વદિ ૪, તા. ૧૪–૨–૧૫૫૬ શુક્રવાર, તા. બીજી રવિ ઉસ્સાની હીટ સં૦ ૯૬રમાં ગાદીએ બેઠે. પણ ગાદીનશીનની તારીખથી ૨૫ મે દિવસ એટલે વિ. સં. ૧૬૧૨ના ફાગણ વદિ અમાવાસ્યા તા. ૧૧-૩-૧૫૫૬, તા. ૨૮ રબી ઉમાની વિ. સં. ૯૯૨ થી “ઈ-ઈલાહી સંવતને પ્રારંભ ગોઠવ્યો છે. બાદશાહ અકબરે દીન–ઈ–ઈલાહી ધર્મ ચલાવ્યા પછી એટલે પોતાના ગાદીનશીન થયાના દિવસે ગણીને રાજ્યવર્ષ ૨૯માં આ સંવતને વ્યવસ્થિત રૂપ આપ્યું છે, જે સૌર વર્ષ છે. તેમાં ઈરાની નામવાળા ૧૨ મહિના અને ૧ થી ૩૨ સુધીની તારીખો રાખેલી છે, જેનો પ્રારંભ સાયનમેષથી છે. મોગલ બાદશાહોનાં ફરમાને ઘણી જિન પ્રતિમાઓના પરિકર અને ગાદી નીચે પણ હીજરી સંવત નેંધાયેલે મળે છે. (જૂઓ જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૦૦, ૧૦૧, ૧૦૨, પૃ. ૨૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org