________________
૬૪
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ હતે તે દારૂડિયે, વિલાસી, દાર્શનિક બુદ્ધિવાળે, સર્વ ધર્મમાં સમભાવવાળે, સત્યને પક્ષપાતી, મનુષ્યને પરીક્ષક, અભણ, ચંચળ સ્વભાવને, પુરુષાથી વ્યવહારદક્ષ, લડવૈયે, પરાક્રમી, મુત્સદી અને રાજકુશળ હતો. વિરતાને પ્રેમી અને પૂજાપ્રેમી હતે.
૧. બાદશાહ અકબર મેટ દારૂ પ્રેમી અને વિલાસી હતો એ અંગે કેટલીક ઘટનાઓ નીચે પ્રમાણે પ્રસિદ્ધ છે –
(૧) બાદશાહ અકબરે જૈનાચાર્ય શ્રીહીરવિજયસૂરિને વિનંતિપૂર્વક ફરમાન લખી મોકલ્યું, જેમાં તેણે તેમને ગુજરાતથી ફતેપુરસિદી આવવા જણાવ્યું. તેમના પરિવારના મહો, વિમલહર્ષગણિ વગેરે મુનિવર તથા આગરા અને ફતેપુરસિદીના આગેવાન જેનેને સાંગાનેર તેમની સામા મેકલીને આચાર્યશ્રીને ભક્તિપૂર્વક જલદી ફત્તેપુર લઈ આવવા વ્યવસ્થા ગોઠવી. આચાર્યશ્રી સં. ૧૬૩૯ જેઠ વદ ૧૩ શુક્રવારને રેજ ફતેપુરસિદ્ધી આવ્યા. અને બાદશાહની મુલાકાત માટે બાદશાહી મહેલમાં પધાર્યા. બાદશાહને બરાબર તે જ સમયે દારૂ પીવાની મરજી થઈ. આથી તે દારૂ પીને જનાનખાનામાં ચાલ્યો ગયો. અને જ્યારે તેને નશો ઊતર્યો ત્યારે બપોરે તેણે આચાર્યશ્રીને બાદશાહી મહેલમાં બોલાવી, માન-સન્માનપૂર્વક તેમનો ઉપદેશ સાંભ.
૨. (૧) બિકાનેરના રાજા રાયસિંહનો નાનો ભાઈ પૃથ્વીસિંહ કવિ હતો. તે બાદશાહની “વિલાસપ્રિયતા” જાણતો હતો. તેણે એ વિલાસી બાદશાહને ખુશ કરવા ડીંગલભાષામાં શૃંગારરસવાળી | વિમળી વેચી રચીને બાદશાહને આપી. બાદશાહ તેને સાંભળી ઘણે ખુશી થયો અને તેની ઉપર વધુ પ્રસન્ન થયો.
(૨) જેસલમેરના રાજા માલદેવ રાવળ (સં. ૧૬ ૦૭થી ૧૬૧૮) હતો, તેનો પાટવી કુંવર હરરાજજી રાવળ (સં. ૧૬૧૮ થી ૧૬૩૪) હતો એ સમયે ખરતરગચ્છના ભ૦ જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૨ થી ૧૬૭૦)ના શિષ્ય ઉપા) આગમધર્મ (સં. ૧૬૭૫ થી ૧૬૮૮)ના શિષ્ય ઉ૦ કુશળલાભ ગણિ હતા. હરરાજજી રાવળે યતિવર ઉપાટ કુશળલાભ પાસે સં૦ ૧૬૧૬ ના ફાગણ સુદિ ૨ ને રવિવારે જેસલમેરમાં માધવાનામવું રાસ-ચોપરું, ચં. ૫૫૦ અને સં. ૧૬૧૭ના વૈશાખ સુદિ ૩ ને ગુરુવારે જેસલમેરમાં રાજસ્થાની ભાષામાં માસ્ટોરાવોપરૂં–પૂ, ગાથા:૨૩૮ તૈયાર કરાવીને બાદશાહની સભામાં લાવી મૂક્યાં, તેમાં મર્યાદિત તથા રોચક શૃંગાર હતો. પરંતુ અંતે “શીલપાલનનું માહાભ્ય” બતાવ્યું હતું. એ સાંભળીને તે બાદશાહ વધુ ખુશ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org