________________
પ૯
ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ કે, “મહમ્મદ આદિલને દિલ્હીના બાદશાહ બનાવ; પણ મહમ્મદ આદિલ પઠાણે સાથેના યુદ્ધમાં માર્યો ગયે. આથી હેમૂ પિતે જ રાજા બની બેઠે. - તે વાણિયે હતે. છતાં પરાક્રમી, સાહસી અને ધીર હતે. માલિક પ્રત્યે નિમકહલાલ હ. લેકોને ખુશ રાખત. તે જાણતો હતો કે, “દિલ્હીને બાદશાહ અકબર છે” છતાં તેને પિતાને “દિલ્હીને બાદશાહ બને” એવી મરજી થઈ તે ચુનારા અને બંગાળના વિદ્રોહને શાંત કરી, દિલ્હી, આગરા તરફ ચાલ્યું. તે આગરાને કબજે કરી, દિહી ઉપર ચડી આવ્યો.
પ્રસિદ્ધ ઇતિહાસકાર બદાઉની લખે છે કે, “આ સાલ, દિલ્હી, આગરાના પ્રદેશમાં ભયંકર દુકાળ હતે. અનાજનો સર્વથા અભાવ હતો. મનુષ્ય ઝાડનાં પાંદડાં અને છાલ ખાતા હતા. પિતાનાં પશુએને મારીને ખાતા હતા. માણસને મારી નાખી, તેનાં નાક, કાન કાપી ખાઈ જતા હતા.”
એવા સમયમાં હેમૂ સાહસથી આગળ વધ્યો. તેણે દિલ્હીના હાકેમ તરાદી બેગખાન (તાદ બેગખાન)ને હરાવી, પંજાબ તરફ નસાડી મૂક્યો અને હેમૂ વિક્રમાદિત્ય દિલ્હીની ગાદીએ બેઠે અને બાદશાહ બન્ય.
એ સમયે બાટ અકબર બહેરામખાનની દેરવણી મુજબ કાબૂલ જીતવાને વિચાર માંડી વાળી, દિલ્હી, આગરા લેવા આ તરફ આવી રહ્યો હતો ત્યાં તરાદી બેગખાન તેને રસ્તામાં મળે.
બહેરામખાને તરાદી બેગખાન પાસેથી “હેમૂ દિલહી જીતી બાદશાહ બની બેઠે છે” એ વાત જાણી લીધી. એ વાત સૌની જાણમાં ન આવે એટલા માટે તરાદી બેગાખાનને કાવતરું કરી મારી નખાવ્યું.
યુદ્ધ - અકબર સને ૧૫૫૬માં પાણીપતના કુરુક્ષેત્રમાં આવ્યું. હેમૂ પણ ત્યાં તેની સામે થયે. મોગલસેના અને હેમૂ વચ્ચે યુદ્ધ ચાલ્યું. બહેરામખાને એક તીર મારી હેમૂને હાથીથી નીચે પાડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org