SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ યુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગરચંદ્રસૂરિ બાદશાહ હુમાયુ સને ૧૫૫૫માં ફરી ચડી આવ્યો અને તે દિલ્હી તેમજ આગરાને કબજે લઈ બાદશાહ બને. બાદશાહ હુમાયુ તા. ૨૪-૧-૧૫૫૬માં મરણ પામ્યા. ત્યારે તેને શાહજાદો નામે અકબર પંજાબ તરફ હતું. તે હુમાયુની પછી દિલ્હીને બાદશાહ મનાયે અને તરાદી બેગખાન દિલ્હીને હાકેમ બની બાદશાહ અકબર વતી દિલ્હીનું રાજ્ય ચલાવવા લાગ્યા. બા. હુમાયુ - તે વિ. સં. ૧૫૯૨માં ગુજરાતમાં આવ્યું. હતે. દીવના ફીરંગીઓએ ગુજરાતના બાર બહાદૂરને સં૦ ૧૫૩માં દરિયામાં દગાથી માર્યો. કવિ રાષભદાસે “ભરત બાહુબલિરાસ”માં ખંભાતનાં ઘણાં નામે બતાવ્યાં છે. અને ખંભાતની પ્રખ્યાત વસ્તુઓની પ્રશંસા કરી છે. તથા બાહુબલીરાસમાં “બા. હુમાયુના ગુજરાત ઉપરના હુમલાની ઘટના” વર્ણવી છે. તેના આધારે ગુજરાતના વિખ્યાત સાક્ષર રત્ન બલવંતરાય કલ્યાણરાય ઠાકર “હુમાયુની ગુજરાત પરની ચઢાઈને નવો ઈતિહાસ” આ પ્રમાણે આપે છે. કવિ ઋષભદાસના “હીરવિજયસૂરિરાસ”માંથી મળતી એક બીજી “ઐતિહાસીક વિગત” અહીં જ આપું છું. સાહસી ભરવ દાનજી – હુમાયુ પાતશાહની ગુજરાત સોરઠની ચડાઈને લગતી એ હકીકત હૃદયદ્રાવક છે એ ચડાઈ દરમિયાન (મારવાડ, ગુજરાત, મેરઠના) લાખ બાન બાંધીને ગુલામગિરીમાં જ્યાં વેચી શકાય ત્યાં વેચી નાખવાને માટે ઉત્તર દિશામાં તગડયાં અને તેમાંથી “નવ લાખ” (ઘણી મેટી સંખ્યાના બાન) એક જણને આપ્યાં. જાઓ, આટલાં “ખુરાસાન”માં વેચીને જે ઉપજે તે નાણું લઈ આવે. હુમાયુના દરબારમાં ભરવશા (ભેરેદાનજી) નામે શ્રાવક હશે. આ હીરવિજયના અનેકાનેક ધનાઢય શિષ્યમાંને એક તે “પરધાન” જેવા કેઈ અધિકાર ઉપર પણ હશે, એમ જણાય છે. કદાચ (મેગલ સલ્તનતના જાણીતા બંધારણ પ્રમાણે) અલવરને તે વખતને માંડવિયે શેઠ જ એ ભૈરવશા હશે. આ બાનેને કુદરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy