________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ મહેશ્વરસૂરિ સ્વ. સં. ૧૧૦૦, આ સર્વદેવ સં૦ ૧૧૦૦માં નિતિકલના કામ્યગછમાં થયા હતા.
(જૂઓ, પ્રક. ૩૮, પ્રાચીન જેનલેખસંગ્રહ ભા. ૨, પૃ. ૫૪૪) વિદ્યાધર છ–
વિદ્યાધરગચ્છને પરિચય પ્રક. ૧૪પૃ૩૦૫, ૩૦૬ માં આવી ગ છે. વિશેષ પરિચય આ પ્રમાણે છે –
વિદ્યાધરગચ્છની પટ્ટાવલી ૧. આ સંગ્રામસૂરિ—તેઓ વિદ્યાધરકુલના હતા. તેઓ વ્યાકરણ, કાવ્ય, અલંકારના વિદ્વાન હતા, મહાકવિ હતા. રાજગચ્છના આ અભયદેવ તથા દિગંબરાચાર્ય અકલંકના વાયગ્રંથેના પ્રકાંડ અભ્યાસી હતા. આ. હરિભદ્રસૂરિના ગ્રંથોના વિશદ પાડી હતા. વૈશેષિક, મીમાંસા, ન્યાય, સાંખ્ય અને ભટ્ટપાદનાં શાસ્ત્રોને પચાવ્યાં હતાં. તેમણે સં૦ ૧૦૬૪ કે સં૦ ૧૦૬૮ માં શત્રુંજયતીર્થમાં એક મહિનાનું અનશન કરી સ્વર્ગગમન કર્યું. તેમને શ્રેય માટે ત્યાં ગણ ધર પુંડરીકસ્વામીની પ્રતિમા બની. તે પ્રતિમાલેખમાં આ આચાર્ય શ્રીને “વિદ્યાધરકુલનભસ્તિલક” બતાવ્યા છે.
૨. આ૦ જયસિંહસૂરિ–તેઓ મહાવિદ્વાન હતા.
૩. આ ચક્ષદેવસૂરિ–તેમણે નાગારમાં અભ્યાસ કર્યો હતે. તેમણે આ હરિભદ્રસૂરિનું સ્તુત્યાત્મક લેકપંચક' રચ્યું છે, જે પ્રસિદ્ધ છે. (જૂઓ, પ્રક. ૧૪, પૃ. ૩૦૬; જેનસત્યપ્રકાશ,
ક્રમાંકઃ ૧૩૬ પ્રકઇ ૩૪, પૃ. પ૬૭) ૪. પં. પાર્થના ગણિ–તેઓ સૈદ્ધાંતિક આ યક્ષદેવના શિષ્ય હતા. તેઓ સં. ૧૨૨૮માં વિદ્યમાન હતા. વિદ્યાધરગચ્છ-કાસદગચ્છ
કાસહદગ એ વિદ્યાધરગચ્છને પેટાગચ્છ છે. જાલિહરગચ્છના આચાર્ય દેવસૂરિ સં૦ ૧૨૫૪માં પઉમચરિચ માં લખે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org