SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશમું ] આ ઉદ્દઘોનનસૂરિ गौरी रागवती त्वयि त्वयि वृषो बद्धादरः त्वं युतः । त्वं भूत्या त्वं च लसद्गुणः शुभगणः किंवा बहु ब्रूमहे । श्रीमन्त्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते बालेन्दु चिरमुच्चकै रचयितुं त्वत्तोऽपरः कः प्रभुः ॥ આ પદ્ય સાંભળી મહામાત્ય વસ્તુપાલ આનંદ પામે અને મુનિ બાલચંદ્રના આચાર્યપદ મહોત્સવમાં ૧૦૦૦ દ્રમ્મ વાપર્યા. કવિ સંમેશ્વર અને હરિહર વગેરે સમકાલીન વિદ્વાને મહામાત્ય વસ્તુપાલને “વસંતપાલ” કહીને બેલાવતા હતા, તેથી મહાકવિ આ૦ બાલચંદ્ર વસંતવિલાસ” નામે મહાકાવ્યની રચના કરી, જેમાં મહામાત્ય વસ્તુપાલ અને પિતાની સંપૂર્ણ જીવનકથા ગૂંથી છે. આ૦ બાલચંદ્ર વૈદભરીતિને આલેખક છે, તેથી અપરાજિતે તેમને વંદભરીતિના સર્વોત્તમ કવિ તરીકે બિરદાવ્યા છે. તેમણે સં. ૧૨૯૮ લગભગમાં “વસંતવિલાસ મહાકાવ્ય” (સર્ગઃ ૧૪), સં. ૧૨૭૭ માં “કરુણાવાયુધ નાટક” (અંક: ૫), સં. ૧૨૪૭–૪૮માં મહાકવિ આસડની “વિવેકમંજરી ” ઉપર ટીકા, તેમજ “ઉપદેશકંદલીની ટીકા અને પ્રાસંગિકલેકે વગેરેની રચના કરી છે. તેમણે “કરુણાવજાયુધનાટક’માં રાજા વાયુધ અને કબૂતરની ઘટના વર્ણવી છે. મહામાત્ય વસ્તુપાલના શત્રુંજયતીર્થના ઉત્સવમાં આ નાટક ભજવાયું હતું. ૯. રાજગચ્છ પટ્ટાવલી માળવાની ઉજૈની નગરીમાં ભ૦ શાંતિનાથના દેરાસરમાં એક ૧. જૈન સાહિત્યમાં ઘણું નાટકોના ઉલ્લેખો મળી આવે છે. “રાયપસણીય સુત્તમાં ૩૨ નાટકે, “પુફિયાસુત્ત'માં ૩૨ નાટકો, “પિંડનિજજુતિ : માં રWવાલ નાટક, આસાઢાભૂતિ નાટક, “ઉત્તરજઝયણસુત’ અ૧૩, ગા ૧૯૬; અ. ૧૮, ગા૦ ૧૪૦ માં મહુયરીગત તથા સમાયણિના ઉલેખ મળે છે, તેમજ આ૦ નન્નસૂરિનું વૃષભધ્વજ, આ૦ શીલાંકના “મહાપુરિસચરિયું 'માં વર્ણવેલું વિબુધાનંદ નાટક આ૦ મેઘપ્રભનું ધર્માલ્યુદય નાટક અર્થાત છાયાનાટયપ્રબંધ, દશાર્ણભદ્ર નાટક વગેરે પ્રસિદ્ધ પ્રાચીન નાટકે છે. આ નાટક સભામાં જાહેર રીતે ભજવાતાં હતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy