________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨
પ્રકરણ ૮, રાજગચ્છ પટ્ટાવલી (દેવેંદ્રશાખા) ૯. આ દેવેન્દ્રસૂરિ–તેઓ ચંદ્રગચ્છના હતા. આ બાલચંદ્ર તેમની પાટે સીધા આ ભદ્રેશ્વરને બતાવે છે પણ અમે અહીં પટ્ટાંકની એકવાક્યતા માટે તેમની પાટે આ૦ શ્રીચંદ્ર અને તેમની પાટે આ૦ ભદ્રેશ્વરને જણાવ્યા છે.
૧૦. આ ચંદ્રસૂરિ. ૧૧. આ ભદ્રેશ્વરસૂરિ.
૧૨. આ અભયદેવસૂરિ—તેઓ “કલિકાલગૌતમ' તરીકે વિખ્યાત હતા. તેમના ઉપદેશથી મહાકવિ આસડ જૈન બન્યું હતું; જેણે “વિવેકમંજરી” વગેરે ગ્રંથ રચ્યા છે.
૧૩. આટ હરિભદ્રસૂરિ.
૧૪. આઠ બાલચંદ્રસૂરિ–મઢેરામાં ધારાદેવ નામે મોઢ બ્રાહ્મણ રહેતે હતો; જે વિદ્વાન હતું અને જૈન શાસ્ત્રોને જાણકાર પણ હતો. તેની પત્ની વીજળીએ મુંજાલ નામના બાળકને જન્મ આપે. આ૦ હરિભદ્ર બાળક મુંજાલને ઉપદેશ આપે તેથી તે વિરાગ્યવાસિત થયે. તેણે તેના મા-બાપની અનુજ્ઞા મેળવી, તેમણે તેને દીક્ષા આપી, તેનું નામ મુનિ બાલચંદ્ર રાખ્યું. બાલમુનિ તેજસ્વી હતા, તીવ્ર બુદ્ધિશાળી હતા, તેમણે ચૌલુક્ય રાજગુરુ પં. પદ્માદિત્ય પાસે અભ્યાસ કર્યો. આ વાદિદેવસૂરિની પરંપરાના આ૦ ઉદયસૂરિ પાસેથી સારસ્વત મંત્ર પ્રાપ્ત કર્યો અને સરસ્વતી દેવીની સાધના કરી. સરસ્વતીદેવીએ સ્વપ્નમાં આવી વરદાન આપ્યું કે, “હું તારા સારસ્વત મંત્રજાપથી પ્રસન્ન છું. તે મહાકવિ કાલિદાસની કેટિને કવિ બનીશ.” ત્યારથી મુનિ બાલચંદ્રની કાવ્યશક્તિને પ્રતિદિન વિકાસ થવા માંડ્યો. તેમણે મહામાત્ય વસ્તુપાલને ઉદ્દેશીને એક કાવ્ય બનાવ્યું છે કે
૧. મેઢ માટે જુઓ, પ્રક. ૩૨, ૫૦ પ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org