________________
૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ હતા અને રાજગચ્છના સાત વાદીઓ પૈકી પાંચમા વાદી હતા. તેમણે ૮૪ વાદને જીત્યા હતા. - તેમણે આ સિદ્ધસેન દિવાકરે રચેલા “સન્મતિતર્ક” (ગાથા : ૧૬૭) ઉપર ટીકા (કૅ૦: ૨૫૦૦૦) રચી વિદ્વત્તાને કીર્તિસ્તંભ ઊભે કર્યો છે. આ ટીકાની રચનાશૈલી એવી મૌલિક અને પ્રૌઢ છે કે, જે એક સ્વતંત્ર ગ્રંથ જેવી લાગે છે. તેનું બીજું નામ વાદમહાર્ણવ” રાખવામાં આવ્યું છે. આ ગ્રંથની ભાષા મને રમ છે, વાદગ્રંથમાં ભાત પાડે એવી એની વાદપદ્ધતિ છે. તેમાં જુદા જુદા વાદીઓ પિતાપિતાને પક્ષ રજૂ કરે છે, આખરે તે દરેક પક્ષેની સ્યાદ્વાદ દષ્ટિએ બંને બાજુઓને રજૂ કરી સત્યનું નિદર્શન કરાવ્યું છે. આમાં તુલનાત્મક દૃષ્ટિએ ઘણું ઘણું જાણવાને મળે છે. જૈનજૈનેતર દર્શનોની સેંકડે દાર્શનિક વિચારધારાઓ જાણવા-જેવા મળે છે. થારાપદ્રગચ્છના વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ (સ્વ. સં. ૧૦૯૬) આ અભયદેવસૂરિના દર્શનશાસ્ત્રના વિદ્યાર્થી હતા. ૬. આ૦ ધનેશ્વરિ–
श्रीजैनशासननभस्तलतिग्मरश्मिः
___ श्रीसद्मचान्द्रकुलपद्मविकाशकारी । स्वज्योतिरावृतदिगम्बरडम्बरोऽभूत्
श्रीमान् धनेश्वरगुरुः प्रथितः पृथिव्याम् ॥ આ૦ પ્રભાચંદ્રના જણાવવા મુજબ, તેઓ ત્રિભુવનગિરિના કર્દમ નામે રાજા હતા. પટ્ટાવલીના ઉલ્લેખ પ્રમાણે કનોજના રાજા કર્દમરાજના ધન નામે રાજકુમાર હતા. તેના શરીરમાં ઝેરી ફેલ્લા ઊઠી આવ્યા. ત્યારે ઘણું ઘણું ઉપાયે કરવા છતાં તે શમ્યા નહીં. આખરે તેણે રાજર્ષિ આ અભયદેવસૂરિના ચરણે ધોઈને તેનું પ્રક્ષાલન જલ શરીરે છાંટયું ત્યારે તેને રેગ શમે. આ પ્રભાવ જોઈ તેને વૈરાગ્ય થઈ આવતાં પિતાની મનાઈ હોવા છતાં તેણે આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. આચાર્યશ્રીએ તેમને શાસ્ત્રજ્ઞાન આપી, આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org