________________
પાંત્રીશમું ] આ ઉદ્યોતનસૂરિ
૧૭ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા, જેઓ ચંદ્રગચ્છમાં જૈનશાસનના સપ્તર્ષિ મનાય છે.
૨. આર અજિત યશોદેવસૂરિ–અજિત એ તેમના વાદ સામર્થ્યને બતાવનારું વિશેષણ છે. (“જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ” પ્ર૦ ૨૮માં) તેમનું બીજું નામ વાદિસૂરિ પણ જણાવેલું છે. ૩. આ સહદેવસૂરિ–તેમનું બીજું નામ સર્વદેવસૂરિ હતું.
(જૂઓ, જૈન પુત્ર પ્રહ સંવ, પ્ર. ૨૮) ૪. આ પ્રદ્યુમ્નસૂરિ–તેમની બુદ્ધિ તીવ્ર હતી. તેમણે બાળપણમાં જ વેદ, પુરાણ અને દર્શન ગ્રંથને અભ્યાસ કર્યો હતે. તેમણે સમકાલીન વિવિધ ધર્મોની ચર્ચા–પરિપાટીને અનુભવ કર્યો અને અંતે જૈનધર્મથી આત્મકલ્યાણ છે એવી ખાતરી કરી જેની દીક્ષા સ્વીકારી. તેઓ સમર્થ વિદ્વાન અને પ્રકાંડ વાદી હતા. તેમણે સપાદલક્ષ (સવાલક), ગ્વાલિયર, ત્રિભુવનગિરિ વગેરેની રાજસભાએમાં ૮૪ વાદમાં જીત મેળવી હતી અને તે તે રાજાઓને જૈન બનાવ્યા હતા. તેમણે ચિત્તોડના તલવાડામાં અલ્લટરાજની સભામાં દિગંબરાચાર્યને જીતી લઈ પિતાને શિષ્ય બનાવ્યું હતું. તેની યાદગીરીમાં ચિત્તોડના કિલ્લામાં વિજયસ્તંભ ઊભું કરવામાં આવ્યું હતું, જે આજે પણ ત્યાં ઊભે રહીને વિજેતા આચાર્યદેવની થશેગાથા ગાઈ રહ્યો છે. રાજા અલ્લટરાજ આચાર્યશ્રીને ઉપાસક હતે અને જૈન બન્યો હતો. (જૂઓ, પ્ર. ૩૪, પૃ. ૫૮૯) - પ. આ અભયદેવસૂરિ -તેઓ અસલમાં રાજકુમાર હતા. તેમણે દીક્ષા લઈ, જ્ઞાન સંપાદન કર્યું અને જૈનાચાર્ય થયા. લોકે તેમને રાજર્ષિ તરીકે ઓળખતા હતા. તેઓ જ્ઞાન, ચારિત્ર અને તબલથી એવા પ્રાભાવિક હતા કે, તેમનું ચરણ પખાળેલું પાણી છાંટવાથી અસાધ્ય રોગે પણ શમી જતા હતા. તેઓ મહાવિદ્વાન અને અજોડ વાદી હતા. તેઓ તર્ક પંચાનન અભયદેવસૂરિ તરીકે વિશેષ વિખ્યાત હતા. તેઓ ખરેખર, અભય એટલે ભયથી રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org