SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ હતાં. તેને રાજલદે નામે પત્ની હતી. તેણે સં૦ ૧૨૦૮માં ધનકુમારને જન્મ આપે. આ૦ જયસિંહસૂરિએ તેને સં૦ ૧૨૨૬ માં દીક્ષા આપી તેમનું નામ ધર્મઘેષ મુનિ રાખ્યું. સં. ૧૨૩૦ માં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું અને સં૦ ૧૨૩૪ માં ભટહરિ ગામમાં તેઓ આચાર્યપદસ્થ થયા. સાંભરના ક્ષત્રિય સામંતે એ આચાર્ય પદમહોત્સવમાં હજાર સેનામહોરે ખરચી હતી. આચાર્ય શ્રી સં. ૧૨૬૮ માં કચ્છના નાડેણ ગામમાં ૬૯ વર્ષની ઉંમરે કાલધર્મ પામ્યા હતા. - તેમણે સં. ૧૨૬૨ માં પ્રાકૃતમાં “શતપદી” નામે ગ્રંથ રચ્ચે, જેમાં અંચલગચ્છનું મંતવ્ય રજૂ કર્યું છે. તેમના સમયે સં. ૧૨૩૬ માં બરડા પાસેના ઘુમલી ગામમાં શેઠ નેતાએ દેઢ લાખ ટંકા ખરચીને જેતાવાવ બંધાવી હતી. ઘુમલીના રાજા વિક્રમાદિત્યે તેમને ઘણું માન આપ્યું હતું. તેમણે સાંભરના સાંભર ક્ષત્રિયને, મેહલના બેહડ નામના ક્ષત્રિયને, બનારસના દિનકર ભટ્ટને, જાલેરના ભીમ ચૌહાણને અને લાખણ ભાલણીના રણમલ્લ પરમારને જેન બનાવ્યા હતા. જાલેરના ચૌહાણ ભીમે તેમના ઉપદેશથી સં૦ ૧૨૬૬ માં ડોડ ગામમાં ભ૦ વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. એ ડેડિયાલેચાવંશના શેઠ વીરાએ જાલેરમાં ભ૦ ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. આ ધર્મ શેષના સમયે ઝાલેડીગચ્છના આ૦ જયપ્રભસૂરિએ અંચલગચ્છને સ્વીકાર કર્યો હતે. આ૦ ધર્મશેષ દિગંબર ભટ્ટારક વીરચંદને જીતી લઈ વલ્લભીશાખાના આચાર્ય બનાવ્યા હતા. ૪૪. આ૦ મહેન્દ્રસિંહ– સરામાં દેવપ્રસાદ નામે ઔદિચ્ય બ્રાહ્મણ પંડિત હતે. તેની પત્નીનું નામ ક્ષીરદેવી. તેણે સં. ૧૨૦૮ માં મહેન્દ્રને જન્મ આપે. આ ધર્મઘોષસૂરિ ત્યાં ચતુર્માસ રહ્યા. પંડિત આચાર્યશ્રીના શિષ્યોને વ્યાકરણ ભણાવતા હતા. પંડિતને પાંચ વર્ષને પુત્ર મહેન્દ્ર મુનિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy