________________
૫૨૦
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ રજો [ પ્રકરણ સૌભાગ્યચંદ કપૂરચંદે પણ ત્યાં ધર્મશાળા બંધાવી.
સં. ૧૨૨૯માં પારકરમાં પીલુઆના ઠા. રાવજી સેલંકી, રાણું રૂપાદે, કુમાર લાલણ વગેરેને જૈન બનાવ્યા. તેમનાથી લાલનગેત્ર ચાલ્યું.
(પ્ર. ૪૧, પૃ૦) સં. ૧૨૩૧ માં ધરી બિહાર ડીડુને જેન બનાવ્યું.
સં. ૧૨૫૫ માં જેસલમેરના રાઉ દેવડા ચાવડાને જેન બનાવ્યો. તેના પુત્ર ઝામરે જાલેરમાં ભ૦ આદિનાથનું દેરાસર બંધાવ્યું. એ વંશના લોકે દેઢિયા કહેવાયા. આ વંશના જેનેએ ઘણું દેરાસરે, ઉપાશ્રયે અને વાવ બંધાવ્યાં, સંઘ કાઢયા. તેમાંથી સં. ૧૬૪૫ માં લઘુસજજનશાખા’ નીકળી. આ વંશની ઘણી સ્ત્રીઓ સતી થઈ હતી.
સં. ૧૨૧૧ માં શિવ કોટડાના લૂંટારુ રાજા સોમચંદ યાદવને જેન બનાવ્યું. તેણે એકવાર આ૦ જયસિંહને લૂંટી લીધા હતા. આખરે તે સુધર્યો ત્યારે તેમને ભક્ત જેન બન્યો હતો. તેણે ભ૦ પાર્શ્વનાથનું શિખરબંધીદેરાસર બંધાવ્યું. તેનાથી ગાહાત્ર ચાલ્યું.
સં. ૧૨૪૪ માં પૂજવાડાના રાવ કટારમલજી ચૌહાણને એશવાલ જૈન બનાવ્યું. તેનાથી કટાણ્યિા ગાત્ર ચાલ્યું. રાવ કરોડપતિ હતું. તેણે હથુંડીમાં ભ૦ મહાવીરનું દેરાસર બંધાવ્યું. રેહિડાના વિરજી કટારિયાએ સં. ૧૨૯૬ માં રત્નપુરમાં ભ૦ શાંતિનાથનું દેરાસર બંધાવ્યું.
સં. ૧૨૪૪ માં કેટડાના લૂંટારુ રાવ રાજસેન પરમારને જેન બનાવ્યું. તેના વંશજો પોલડિયા ઓશવાલ બન્યા.
સં. ૧૨૫૬ માં ચિત્તોડના ઠા૦ વરદત્ત ચાવડા જેન બન્યો. - સં૦ ૧૨૫૭ માં નલવરને રાવ રણજિત રાઠોડ જેન બન્યું. તેના વંશજો રાઠોડ જેને કહેવાયા.
સં. ૧૨૫૯ના માહ સુદિ ૫ ના રોજ કેટડાને રાઠોડ જેન બને. તેના વંશજે રાઠેડ એશવાલ કહેવાયા. ૪૩. આ ધર્મષસૂરિ–
મારવાડમાં મહાવપુરમાં પિરવાલજ્ઞાતીય શ્રીચંદ નામે શ્રેષ્ઠી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org