________________
૪૯૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ થયા. તેમણે વર્ધમાન તપ કરી તેનું પારણું સં૦ ૧૩૦૨ના માગશર સુદિ પના શ્રવણ નક્ષત્રમાં કડેદ ગામમાં શેઠ દેવપાલના ઘેર કર્યું, શંખેશ્વરતીર્થમાં ૭ યક્ષેને પ્રતિબધી સંઘને અનુકૂળ બનાવ્યા. શંખેશ્વર પાર્શ્વનાથનું આરાધન કરી ઝીંઝુવાડાના રાજા દુર્જનશલ્યને કેઢ રેગ મટાડવો અને ઉપદેશ આપી શંખેશ્વરજીના દેરાસરને માટે જીર્ણોદ્ધાર કરાવ્યું. દાનવીર શેઠ જગડૂશાહે તેમને ધામધૂમથી ભદ્રાવતીનગરમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમના શિષ્ય આ શેષસૂરિને મહોત્સવ પૂર્વક આચાર્યપદ અપાવ્યું. તેમની પાસેથી ત્રણ વર્ષને દુકાળ પડશે એમ જાણી લઈ અનાજના ભંડારે ભરી દુકાળમાં રાજા-પ્રજા સૌ જનતાને મેટી મદદ કરી હતી. આ પરમદેવની પાટે આ૦ શેષસૂરિ થયા. તેઓ સં. ૧૩૦૨ પહેલાં સ્વર્ગે ગયા.
(–આ. સર્વાનન્દનું જગપ્નચરિત્ર, શંખેશ્વર પાર્શ્વનાથ સ્તોત્ર નં. ૪૦, પૂ. જયંતવિજયજી મ.નું “શંખેશ્વરમહા
તીર્થ' પૃ. ૪૭ થી ૨૧; પ્રક. ૩૮, પૃ. ૩૭૭) તેમની શિષ્ય પરંપરામાં આ સર્વાનન્દ થયા. તેમણે “જગદ્ગચરિત્ર રચ્યું, તેના છઠ્ઠા સર્ગમાં “પૂનમિયાગચ્છ” તથા “ચતુર્દશીયગછનું સૂચન છે. આ સર્વાનન્દસૂરિએ સં. ૧૪૬પમાં, સં. ૧૪૯૦માં અંજનશલાકા કરાવી, જે પ્રતિમાઓ આબૂતીર્થમાં વિરાજમાન છે.
(–અબુંદ જૈન લેખસંદેહ, લે૪૦૨, ૬૨૮) તેમણે કછોલી ગામમાં ભ૦ શાંતિનાથની પ્રતિમા તથા પરિકરની પ્રતિષ્ઠા કરી. તેમના શિષ્ય ગુણસાગર, તેમના શિષ્ય યતિ યશવર્ધન (સં. ૧૫૨૧ થી ૧૫૪૦)ની પ્રતિમા સિરોહીને ભઇ અજિતનાથના દેરાસરમાં છે.
આ૦ ભદ્રેશ્વરની પરંપરામાં અનુક્રમે (૪૧) આ૦ ભદ્રેશ્વરસૂરિ, (૪૨) આ૦ મુનીશ્વર, (૪૩) આ૦ રત્નપ્રભ, (૪૪) આ મહેન્દ્ર અને આ૦ રત્નાકર થયા. (૪૫) આ૦ રત્નાકરે સં. ૧૫૧રના મહા સુદિ ૫ ને સોમવારે ભ૦ શાંતિનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ ધાતુપ્રતિમા મહેસાણામાં ભ૦ મહાવીરસ્વામીના દેરાસરમાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org