SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ ૨૯૧ પછી ખરતરગચ્છના અનુયાયી મનાય છે. વિરાટનગરના શેઠ ભારમલજી રાકયાનના પુત્ર શેઠ ઇંદ્રચંદ્રજી રાકમાન શ્રીમાલી તપાગચ્છના શ્રાવક હતા. જગદ્ગુરુ શ્રીહરવિજય સૂરિના ઉપાસક હતા, તેમણે સં. ૧૬૪૪ માં બંધાવેલું જિનાલય (ઇદ્રવિહાર) આજે પણ વિરાટનગરમાં શિલાલેખ સાથે વિદ્યમાન છે. તેમના વંશજે શ્રીમાન લાલા ખેરાતીલાલજી, લા. બાબુમલજી, લા. જવાહરલાલજી રોક્યાન વગેરે આજે દિલહીમાં વસે છે, જે આજે ખરતરગચ્છનું પાલન કરે છે. પં. વિનયવલ્લભે આ૦ જિનરંગના સમયે ખરતરગર છપટ્ટાવલી બનાવી છે. ૫૯ ભ૦ જિનરત્ન–તેમને વૈરાગ્ય થવાથી માતાની સાથે દીક્ષા લીધી હતી. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૧૧માં અકબરાબાદમાં થયે હતો. ૬૦. ભ૦ જિનચંદ્ર–તેમણે મડવરમાં પ્રતિષ્ઠા કરી હતી. તેમના સમયે સં૦ ૧૭૧૧ માં “ગદ્ય ખરતરગચ્છપટ્ટાવલી” બની. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૬૩ માં સુરતમાં થયે હતો. ૬૧. ભ૦ જિનસ રિ–તેઓ પ્રભાવક આચાર્ય હતા. તેમના સમયે ઘોઘાથી વહાણ દ્વારા સીધા ખંભાત જવાતું હતું. યતિએ તથા છ'રી પાળતો તીર્થયાત્રાસંઘ એ રસ્તે આવતા જતા હતા. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૮૦ના જેઠ વદિ ૧૦ના રોજ ઋણીનગરમાં થયો હતો. ૬૨. ભ૦ જિનભક્તિ—તેમણે સં૦ ૧૭૭૯ માં દીક્ષા લીધી. સં. ૧૭૮૦માં ભટ્ટારપદ પ્રાપ્ત થયું અને સં. ૧૮૦૪ માં માંડવી બંદરમાં સ્વર્ગવાસ થયું હતું. તેમણે કેટલીક તીર્થયાત્રાઓ અને પ્રતિષ્ઠા કરી હતી. તેમને ઉપાટ રાજમ, ઉપાટ રામવિજય વગેરેના માટે યતિ પરિવાર હતે. ૬૩. ભ૦ જિનલાભ–તેમણે મોટી મારવાડ, ગોલવાડ, મેવાડ, વઢિયાર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે પ્રદેશમાં વિહાર કરી વિવિધ તીર્થયાત્રાઓ કરી. તેમની સાથે યાત્રામાં સે-સે બસ-બસે યતિઓ સાથે રહેતા હતા. તેમને સ્વર્ગવાસ સં. ૧૮૩૪ ના આ વદિ ૧૦ ના રોજ ગૂઢાનગરમાં થયે હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy