________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૪૭૫ આ જિનભદ્રસૂરિને સં. ૧૮૫૦માં જન્મ, સં૦ ૧૪૬૧માં દીક્ષા, સં. ૧૮૭૫ના મહા સુદિ ૧૫ના રોજ ભણસેલમાં આચાર્યપદ થયું. સં. ૧૫૧૪ના મહા વદિ ના રાજ કુંભલમેરમાં સ્વર્ગવાસ થયા હતે. એ રીતે તેઓ ઘણાં વર્ષો જીવ્યા હતા.
આ જિનભદ્ર જિણસત્તરિ ગાળ : ૨૨૦, અપવર્ગનામમાલા, દ્વાદશાંગીપદપ્રમાણુકુલક ગા. ૨૧ વગેરે રચ્યાં છે.
તેમણે ગિરનાર, ચિત્તોડ, મંડોવર વગેરેમાં જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. માંડવગઢ, જેસલમેર, જાલેર, પાટણ, ખંભાત નાગર વગેરે સ્થાનેમાં ગ્રંથભંડારે સ્થાપાવ્યા હતા. તેમને ઘણા શિષ્ય-પ્રશિષ્યો હતા. તેમણે જગતને આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ વગેરે ૧૮ વિદ્વાન મુનિવરે આપ્યા હતા. તે આ પ્રમાણે
આ ભાવરત્નસૂરિ.
આ૦ કીતિરિત્નસૂરિ–તેમણે સં. ૧૫૧૫માં કુંભલમેરુમાં આ જિનચંદ્રને આચાર્ય પદ ભટ્ટારકપદ આપ્યાં. આ૦ કીતિરત્નના શિષ્ય પં૦ લાવણ્યશીલગણિના ઉપદેશથી સં. ૧૫૦૧ના ચૈત્ર સુ. ૧ના રાજ પાટણમાં શેઠ નાગરાજવંશજશેઉદયસિંહે સેનેરી શાહીથી નંદીસૂત્ર લખાવ્યું હતું. (-શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રક. ૨૮)
મહેર કમલસંયમ ગણિ–તે મોટા વિદ્વાન હતા. તેમણે સં. ૧૪૭૬માં દીક્ષા લીધી હતી. તેમણે સં. ૧૫૨૪માં વિભારગિરિ તીર્થમાં આ૦ જિનભદ્રની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૫૨૬માં જેનપુરમાં શેઠ મલ્લરાજને ઉપદેશ આપી સિદ્ધાન્ત લખાવ્યા. સં. ૧૫૪૪માં “ઉત્તરજઝયણસુત્ત ની સર્વાર્થસિદ્ધિ કમલસંયમી ટીકા બનાવી. સં. ૧૫૪માં કર્મસ્તવ-વિવરણ, સિદ્ધાંતસદ્ધાર, સમ્યકલાસ કડીઃ ૧૩ વગેરે બનાવ્યા છે. - મહેક સિદ્ધાન્તરુચિ ગણિ–તેમને જીરાવલા પાર્શ્વનાથ ઉપર ઘણું ભક્તિ હતી. તેમની ઉપર ત્યાંને અધિષ્ઠાયક પ્રસન્ન હતો. તેમણે તે દેવની મહેરબાની મેળવી માંડવગઢના સુલતાન બાદશાહ મહમ્મદ ગ્યાસુદ્દીનની રાજસભામાં વાદીઓને હરાવ્યા હતા.
eleme veo F1222 Melection Carcaich siche
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org