________________
પત્રિીયમું ] આ ઉદ્યોતનસૂરિ
૧૧ ચંદ્રકુલ–પૂર્ણતલ્લગછ પટ્ટાવલી ૧. આ આમ્રદેવ—તે ચંદ્રકુલના પૂર્ણતલગચ્છના આચાર્ય હતા. તેઓ સતત વિહારી હતા. - ૨. આ૦ દત્તસૂરિ–તેમની ઘણુ રાજાઓએ સેવા કરી હતી.
૩. આર યશભદ્રસૂરિ–વાગડેદેશના રત્નપુરમાં યશોભદ્ર નામે રાજા હતા. તે જ્યારે વટપદ્રનગરમાં ગમે ત્યારે આ૦ દત્તસૂરિને ધર્મોપદેશ સાંભળી જૈન બન્ય, શ્રાવકપણું સ્વીકાર્યું. તેણે હિંદુઆણામાં ચોવીશ દેરીઓવાળ માટે જિનપ્રાસાદ બંધાવ્યો. આ દત્તસૂરિ પાસે દીક્ષા લઈ જીવન પર્યત છ વિનયને ત્યાગ કર્યો તથા એકાંતરે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા કરી. તેમણે શાસ્ત્રોને અભ્યાસ કરી, આચાર્યપદ પ્રાપ્ત કર્યું. અંતે વૃદ્ધાવસ્થામાં ગિરનારતીર્થ ઉપર ૧૩ દિવસનું અનશન કરી સ્વર્ગગમન કર્યું. તેઓ રાજર્ષિ હતા. ઘણુ રાજાઓ તેમને ગુરુ તરીકે માનતા હતા. તેઓ વિ. સં. ૯૪૭ માં વિદ્યમાન હતા.
૪. આ પ્રદ્યુમ્નસૂરિ–તેઓ સમર્થ વ્યાખ્યાતા હતા. તેમણે ઠાણગપગરણ”ની રચના કરી છે. - પ. આ૦ ગુણસેનસૂરિ–તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી, ઉત્તમ શીલસંપન્ન, ઇંદ્રિયવિજેતા, સિદ્ધાંતવિશારદ, પ્રવચનભાસ્કર, કરુણાસાગર ચારિત્રરત્નને ઉત્પન્ન કરનાર અને ધર્મરાજ હતા. વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ (સ્વ. સં. ૧૦૯)એ તેમની પ્રેરણાથી ‘ઉત્તરઝયણ'. ની “શિષ્યહિતા ટીકા” રચેલી છે. * ૬. આ દેવચંદ્રસૂરિ–તેઓ નવાંગીવૃત્તિકાર આ૦ અયદેવસૂરિના સહોદર હતા અને આ પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. તેઓ તીર્થસમા સૌને પવિત્ર કરનારા અને સ્યાદ્વાદના અજોડ સ્થાપક હતા. તેઓ આ૦ ગુણસેનસૂરિ પાસેથી શાસ્ત્રજ્ઞાન મેળવીને આચાર્યપદ પામ્યા અને તેમની પાટે આવ્યા.
૧. પૂર્ણતલગ૭ને કેટલાક નામસ દૃશ્યથી “પૂનમિયા ૭' પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org