SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ ४३७ ૪૯ આઠ વર્ધમાનસૂરિ–તે આ૦ અભયદેવના શિષ્ય હતા. આ૦ જયાનંદસૂરિના હાથે આચાર્યપદ મેળવી, તેમની જ પાટે આવ્યા હતા. તેઓ તીવ્ર બુદ્ધિવાળા અને શાંત હતા. તેમણે સં. ૧૪૬૮ ના કાર્તિક સુદિ ૧૫ ના રેજ જાલંધર પ્રદેશના નંદનવન નગરમાં રાજા અનંતપાલના રાજકાળમાં “આચારદિનકર” (ઉદય ઃ ૪૧) રચે છે. તેની પ્રશસ્તિના લેક: ૩૨ માં પિતાની પટ્ટાવલી આપી છે. તે પિતાને કેટિકગણ, વજશાખા, ચંદ્રકુલના અને રુદ્રપલ્લીથગછના બતાવે છે. આ૦ જયાનંદના શિષ્ય મુનિ તેજસકીર્તિએ “આચારદિનકરની પહેલી પ્રતિ લખી હતી. આ૦ વર્ધમાનસૂરિએ “સ્વપ્નપ્રદીપ” (ઉદ્યોત ઃ પ, લેક ૧૬૭)ની પણ રચના કરી છે. રુદ્રપલ્લીયગચ્છના ઉ૦ નરચંદ્રમણિના શિષ્ય ઉ૦ દેવચંદ્રગણિએ સં. ૧૫૦૧ના જેઠ સુદિ ૧૪ ને ગુરુવારે “ભતૃહરિશતકત્રય” લખ્યાં. (શ્રીપ્રશસ્તિસંગ્રહ ભાટ રજે, પ્રશસ્તિ નં૦ ૨૯) ખરતરગચ્છ છેલ્લાં ૮૦૦ વર્ષોમાં વડગઅછ, દેવાચાર્યગ૭, તપગચ્છ, અંચલગચ્છ અને ખરતરગચ્છમાં અનેક પ્રભાવક આચાર્યો અને મુનિવરે થયા. તેમાં જૈનધર્મના સંરક્ષણમાં ખરતરગચ્છને ફાળે પણ કીમતી છે, પરંતુ ઐતિહાસિક ગ્રંથ, તે ગચ્છના આચાર્યોના ગ્રંશે તથા ખતરગચ્છની પટ્ટાવલીઓમાં ઘણું એક ઐતિહાસિક વિગતમાં એકતા નથી. એ એક જટિલ વસ્તુ છે. તેમાંના કેટલાક વિસંવાદ નીચે મુજબ છે...? ૧. પૂરણચંદજી નાહરે “ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ' પ્રકાશિત કર્યો છે. તેમાં સં. ૧૫૮૨ ની એક પદ્ય પદાવલી અને ત્રણ ગદ્ય-પદ વલીઓ છપાવી છે. જેન વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડ' પુસ્તકઃ ૧૪, અંકઃ ૪, ૫, ૬, પૃષ્ઠ : ૧૬૩ વગેરેમાં નાહરના ભંડારની હસ્તલિખિત ખરતરગચ્છની પટ્ટાવલીને પરિચય છે. શ્રી અગરચંદ નાહટાએ ઐતિહાસિક જેન કાવ્ય સંદેહ' પ્રકાશિત કર્યો છે, તેમાં અનેક ભાષા પદાવલીઓ છપાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy