SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેઓની જુદા જુદા નગરમાં મુખ્ય ગાદીઓ હતી. ચિત્તોડના ચૈત્યવાસી મઠની એક શાખા કૂર્ચપુર (કૂચેરા-મારવાડ)માં હતી. આસીકાદુર્ગનિવાસી આ૦ જિનચંદ્ર (જિનેશ્વર) તેના અધ્યક્ષ હતા. તેમને જિનવલ્લભ નામે શિષ્ય હતો, જે ૫૦૦ દ્રશ્નથી લીધેલ. ગુરુએ તેને વ્યાકરણ, કાવ્ય, ન્યાય વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો હતો. સર્પ કર્ષણ, સચિની વિદ્યાઓ આપી વાચનાચાર્યપદ આપ્યું. તેને તથા જિનશેખરને આગમ ભણવા માટે પાટણમાં આ૦ અભયદેવસૂરિ પાસે મોકલ્યા. અહીં તે બંનેને વિવેકપૂર્વક જિનાગમ ભણતાં સાચા માર્ગનું સાચું જ્ઞાન થયું. તેમણે જ્યોતિષનું જ્ઞાન પણ મેળવ્યું. અંતે તે ગુરુની આજ્ઞા મેળવી વડગ૭ની સંવેગી શાખાના આ૦ વર્ધમાનસૂરિના પટ્ટધર પરમસંવેગી આ૦ જિનેશ્વરના શ્રીજિનવલ્લભ નામે શિષ્ય બન્યા. તેઓ પોતાને તથા સમકાલીન લેખકો તેમને આ૦ જિનેશ્વરના શિષ્ય તથા આ અભયદેવસૂરિના વિદ્યાશિષ્ય બતાવે છે.. ૧. ખરતરગચ્છની પટ્ટાવલીના રચયિતા ૫૦ જિનવલભગણિને આ આ મયદેવસૂરિના શિષ્ય બતાવે છે તે તે માત્ર કલપના જ છે. વાસ્તવમાં તેઓ આ જિનેશ્વરસૂરિના જ શિષ્ય હતા. 4 પં. નેમિકુમાર પરવાલ “આવયવિસે સભાસ'ની પુપિકામાં લખે છે કે– लिखितं पुस्तकं चेदं नेमिकुमारसंज्ञिना । प्राग्वाटकुलजातेन शुद्धाक्षरविलेखिना ॥ सं० ११३८ पोष वदि ॥ कोट्याचार्यकृता टीका समाप्तेति । ग्रन्थाग्रमस्यां त्रयोदशसहस्राणि सप्तशताधिकानि ॥ १३७०० ॥ पुस्तकं चेदं विश्रुत. श्रीजिनेश्वरसूरिशिष्यस्य जिनवल्लभगणेरिति ॥ पुष्पिका-विस्फूर्जितं यस्य गुणरुपात्तैः शाखायितं शिष्यपरम्पराभिः । पुष्पायितं यद्यशसा स सूरिजिनेश्वरोऽभूद् भुवि कल्पवृक्षः ॥४॥ હાલાકોટ્ટ વ ત વિવૃદ્ધશુદ્ધ बुद्धिच्छदप्रचयवञ्चितजात्यतापः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy