SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીસમું ] આ સર્વદેવસૂરિ ૩૯૧ પત્નીથી જિનચંદ અને દલહ નામે પુત્રો થયા અને બીજી પત્ની નાઈકીથી ધનેશ્વર, લાહડ અને અભય નામે પુત્રે થયા. ધનેશ્વરને ધનશ્રી નામે પત્ની હતી અને અરિસિહ નામે પુત્ર હતા. શેઠ લાહડે સં. ૧૩૦૭માં “સટીક-ભગવતીસૂત્ર”ની અને સં૦ ૧૩૦૯હ્ના ભાદરવા સુદિ ૧૫ ના રોજ “વ્યવહારસૂત્રને પ્રથમ ખંડ લખાવ્યો. A (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુપિકાઃ ૨૯) ૫. જિનચંદ–તેને ચાહિ૭ નામે પત્ની હતી. પાહિણી નામે પુત્રી હતી અને સં. દેવચંદ્ર, નામપર, મહીધર, વરધવલ અને ભીમદેવ નામે પુત્રો હતા. શેઠ જિનચંદ, તેના ભાઈઓ, કાકા ભાઈઓ વગેરે માટે પરિવાર હતા. તેઓ તપગચ્છના આ૦ દેવેન્દ્ર અને આ. વિજયચંદ્રના ઉપાસક હતા. શેઠ જિનચંદને પરિવાર વિજાપુરમાં રહેતો હતો ત્યારે વિજાપુરમાં સં. ૧૨૯૨માં ૫૦ દેવભદ્ર, પં૦ મલયકીતિ, ૫૦ અજિતપ્રભ વગેરે, સં. ૧૨૯૬માં આ૦ દેવેન્દ્ર, આ. વિજયચંદ્ર, ઉપા. દેવભદ્ર વગેરે ચાતુર્માસ રહ્યા હતા. (–મે દ૦ દેપારા પદ) - ૬. વિરધવલ-ભીમદેવ–વીજાપુરમાં વરધવલનું લગ્ન થવાનું હતું અને લગ્નમંડપ ઊભું કરવામાં આવ્યો હતો તે જ સમયે આ દેવેન્દ્રસૂરિ વીજાપુર પધાર્યા હતા. તેમના વૈરાગ્યજનક ઉપદેશથી વરધવલ અને ભીમદેવ બંને ભાઈઓ વૈરાગ્યવાસિત બન્યા. લગ્નને મંડપ દીક્ષાને મંડપ બની ગયે. આ દેવેન્દ્રસૂરિએ તે બંનેને સં. ૧૩૦૨માં દીક્ષા આપી. તે બંને વિદ્યાધ્યયન કરીને આ વિદ્યાનંદસૂરિ (સં. ૧૩૨૩ થી ૧૩૨૭) અને આ૦ દાદા ધમષસૂરિ (૧૩૨૭ થી ૧૩૫૭) નામથી ખ્યાતિ પામ્યા. (પ્રક. ૪૬) પ્રતિષ્ઠા - શાક નેમડના વંશજોએ આબૂ ઉપરના લુણિગવસહીમાં દેરીઓ, પરિકરે અને પ્રતિષ્ઠા કરાવી હતી. શત્રુંજય, ગિરનાર, આબૂ, તારંગા, જાલોર, ચારૂપ, પાટણ, વીજાપુર, લાડોલ, પાલનપુર અને નાગોર, વગેરે સ્થાનમાં દેરાસર, દેરીઓ, પ્રતિમાઓ, પરિકરે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy