________________
૩૨૫
9
.
આડત્રીસમું ].
આ સર્વદેવસૂરિ અને એ અંગેનું રાજફરમાન આપ્યું હતું. આચાર્યશ્રીની સૂચનાથી મહામાત્ય શાંતૂએ ભરૂચના સમળીવિહાર જિનમંદિરમાં સોનાના કળશ ચડાવ્યા હતા. - તેમણે અનશન કર્યું ત્યારે તેરમા દિવસના ઉપવાસ વખતે પાટણના મુખ્ય શ્રાવક સીયકે ભરમાંદગીમાં મરતાં પહેલાં આચાર્ય શ્રીના દર્શનની અભિલાષા દર્શાવી. આચાર્યશ્રીએ ત્યાં જઈને તેને ઉપદેશ આપ્યો. તેની પાસે એગ્ય ક્ષેત્રોમાં ૨૦ હજાર દ્રમ્મનું દાન કરાવ્યું. આચાર્યશ્રીએ કુલ ૪૭ દિવસનું અનશન પાળી સં. ૧૧૬૮ લગભગમાં પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. રાજા સિદ્ધરાજ અનશનમાં તેમના ખાસ દર્શન માટે ગયો હતો. આચાર્યના અંતિમ શબની પાલખી નીકળી ત્યારે રાજા તથા તેમના પરિવારે ગઢની પાછલી અટારીએ આવીને તેમના શબનાં અંતિમ દર્શન કર્યા હતાં. લોકે આચાર્યશ્રીને અગ્નિસંસ્કારના સ્થાનેથી રખ લઈ ગયા ત્યાં સુધી કે રાખ ન રહી ત્યારે ત્યાંની માટી પણ લઈ ગયા અને એ રીતે ત્યાં મોટે ઊંડે ખાડે બની ગયું. તેમના શરીરની રાખ પણ પ્રભાવશાળી હતી.
આચાર્યશ્રી પરમ શાંત હતા. સૌ કોઈ તેમને જોતાં શાંત બની જતા હતા. તેમને રાજા મહારાજાઓ બહુ માનતા હતા. કેટલાયે મંત્રીઓ તે તેમના શિષ્ય જેવા પરમભક્ત બની ગયા હતા.
–આ. જયસિંહસૂરિકૃત ધર્મોપદેશમાલા-વિવરણ પ્રશસ્તિ, સં. ૧૧૧; આ૦ રાજશેખરસૂરિકૃત “પ્રાકૃત દ્વયાશ્રયમહાકાવ્યનવૃત્તિ” પ્રશસ્તિ, સં. ૧૩૮૭; આ૦ રાજશેખરસૂરિકૃત
ન્યાયકંદલીપુંજિકા પ્રશસ્તિ, સં૦ ૧૩૮૫. આ૦ પા. દેવસૂરિકૃત “સદ્દગુરુપદ્ધતિ”. આ ચંદ્રસૂરિકૃત “મુણિ१. जेण जयसिंहदेवो राया भणिऊण सयलदेसम्मि । काराविओ अमारि पजोसवणाइसु तिहिसु ॥ एकादशीमुख्यदिनेष्वमारीमकारयत् शासनदानपूर्वम् ।
- (-ધર્મોપદેશમલા વિવરણ, પ્રક. ૩૫, પૃ૦૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org