SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ २८७ સાડત્રીસમું ] આ દેવસૂરિ સં૦ ૧૩૭૮ ના જેઠ સુદિ ૯ને સોમવારે વિમલવસહીને જીર્ણોદ્ધાર કર્યો. તેમાં ગભારે અને ગૂઢમંડપ સાદા જ બનાવ્યા. શેઠ ગોસલ, તેની પત્ની ગુણદેવી, શેઠ મહણસિંહ અને તેની પત્ની મીણલદેવીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી. વિમલવસહી અને લુણિગવસહીને છેલ્લે જીર્ણોદ્ધાર સં...માં અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ ૨૨ લાખથી વધુ રૂપિયાના ખર્ચથી શરૂ કર્યો છે, જે આજે પણ ચાલુ જ છે. વિમલવસહીમાં ઘણી જિનપ્રતિમાઓ અને બીજી મૂર્તિઓ પણ છે. સં. ૧૩૯૬ની આ૦ જ્ઞાનચંદ્રના પટ્ટધર આ૦ મુનિશેખરની, સં. ૧૬૬૧ ની મહ૦ લબ્ધિસાગર પ્રતિષ્ઠિત જગદગુરુ આ૦ હીરવિજયસૂરિની પરિકરવાની ગુરુપ્રતિમાઓ છે. જગદ્ગુરુની પ્રતિમા ના પરિકરમાં બે બાજુએ બે મુનિવરે છે. તેમની નીચે બે શ્રાવકે બેઠા છે. મંત્રી વિમલના વંશના મંત્રી શા અભયસિંહના પુત્ર મંત્રી જગસિંહના પુત્ર મંત્રી ભાણકે સં. ૧૩૯૪ માં સ્થાપન કરેલી અંબિકાદેવીની મૂતિ તેમજ લક્ષ્મીની મૂર્તિ પણ છે. હસ્તિશાલામાં ગજારૂઢ તથા અશ્વારોહી શ્રાવકની મૂર્તિઓ છે અને છતમાં વિવિધતાભરેલું સુંદર સ્થાપત્ય છે. વિમલવસહીમાં વિકમની બીજી સહસ્ત્રાબ્દીના ઐતિહાસિક ઘણું શિલાલેખો-પ્રતિમાલેખે છે. ભમતીની ૧૦મી દેરીની બહાર ડાબી તરફ એક કલ્યાણક પટ્ટ છે, જેને બૃહદ્ગચ્છની સુવિહિત શાખાના આ૦ વર્ધમાનસૂરિની પરંપરાના આ નેમિચંદ્રના શિષ્ય પ૦ જયાનંદગણિએ સં. ૧૨૦૧ માં ગદ્ય-પદ્ય પ્રાકૃત લેખ તૈયાર કરીને દાખલ કરાવ્યું છે, તેમાં આરસ પર ચોવીશ તીર્થકરોના ૧૨૦ કલ્યાણકે, દેહવર્ણ, દીક્ષાતપ, કેવલિતપ, નિર્વાણુતપ અને દેહમાન કેરેલાં છે, તેમાં ભ૦ મહાવીરસ્વામીનાં પાંચ કલ્યાણ કે બતાવ્યાં છે. આ પટ્ટથી અચૂક રીતે સિદ્ધ થાય છે કે, ત્યાં સુધી સમસ્ત જૈનસંઘ વડગચ્છ અને આ વર્ધમાનસૂરિના શ્રમણે ભ૦ મહાવીરસ્વામીના સિદ્ધાંત મુજબના પાંચ કલ્યાણક જ માનતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy