SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તપાગચ્છના આ વિજયદેવસૂરિ સં૦ ૧૬૩૪ના પિષ સુદિ ૧૩ ને રવિવારે જમ્યા. તેમણે ત્રણ પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૮૧ના વિશાખ સુદિ ૬ ને સેમવારે ઉપા) કનકવિજયને આચાર્ય પદ આપીને આ વિજયસિંહસૂરિ નામ આપ્યું. ઈડરનરેશ કલ્યાણમલે આ૦ વિજયદેવસૂરિના ઉપદેશથી પહાડ પર રણમલકી સ્થાપના કરી અને ત્યાં ભ૦ નેમિનાથનું દેરાસર બંધાવ્યું. ટેકરીઓ પર શત્રુંજયાવતાર અને ગિરનારાવતાર બન્યા. ઉપા૦ ગુણવિજયે “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય 'ની ટીકા રચવાને પ્રારંભ કર્યો. આ. વિજયદેવસૂરિએ ૬૪ સાધુઓને પંન્યાસ બનાવ્યા. તે જ માસામાં પંપદ્મસાગરગણિએ રાજા કલ્યાણની સભામાં વાદી બ્રાહ્મણોને હરાવ્યા. તપાગચ્છની શાખા કમલકળશાગચ્છના આ સુધાનંદને “જ૫મંજરી” અને “ઈડર ચૈત્યપરિપાટી” બનાવી હતી. (જૂઓ, પ્ર૦૫૩) મહ૦ વિનયવિજયગણિએ પોતાના ઇંદ્રકૂત” કાવ્યમાં ઈલાદુર્ગનું વર્ણન કર્યું છે. આ રીતે ઈડરગઢ શ્વેતાંબર જૈનેનું તીર્થધામ છે. (-જૈન તીર્થોને ઈતિહાસ) આઘાટ નગર (આહડ)– મેવાડના મિત્રવંશી રાણાઓમાં ઘણાએક જેન હતા. રાવલ અલ્લટરાજ (સં૦ ૯૨૨ થી ૧૦૧૦) છેલ્લાં વર્ષોમાં વધુ પ્રમાણમાં આઘાટ નગરમાં જ રહેતા હતા, એ કારણે એના વંશજો “આહડિયા રાવલ” નામથી પ્રસિદ્ધિ પામ્યા. એ રાજાએ અહીં દેરાસર બંધાવી તેમાં સંડેરકગચ્છના આ૦ યશભદ્રના હાથે ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. વડગચ્છના અંતિમ આ૦ જગચંદ્રસૂરિ બાર વર્ષોથી આયંબિલનું તપ કરતા હતા. તેઓ સં. ૧૨૮૫ માં આઘાટ નગર પધાર્યા. ત્યાં તેઓ નદી કિનારે આતાપના લેતા હતા. રાણે જૈત્રસિંહ (સં. ૧૨૭૦ થી ૧૩૦૯) તેમની પ્રશંસા સાંભળી આઘાટ આવ્યું અને આચાર્યશ્રીનું અદ્ભુત તપસ્તેજ જોઈને તેમના ચરણમાં મસ્તક ઝુકાવ્યું. તેમણે તેને પ્રશંસાના ઉગારે કાઢયા : “ભગવદ્ ! આપ તે મહાન તપસ્વી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy