________________
છત્રીશમું ]
આ॰ સવ દેવસૂરિ
સમયે જૈનસંઘે ઘણી જિનપ્રતિમાઓને ભૂમિમાં ભંડારી દીધી. મહમ્મદે સ૦ ૧૫૪૧ માં રાજા જયસિંહ, પતાઈ રાવલ, ડુંગરશી પ્રધાન વગેરેને મારી નાખી પાવાગઢ જીતી લીધેા. ત્યારથી ચાંપાનેરનું રાજ્ય ખાલસા અન્યું અને મહમ્મદશાહ ત્રીજો (સ’૦ ૧૫૧૬ થી ૧૫૬૯) એ કિલ્લાના રાજા બનવાથી બેગડા કહેવાયા. તેણે પેાતાના નામ ઉપરથી મહેમદાવાદ વસાવ્યું. (જૂએ, પ્રક॰ ૪૪) આ ઘટના માટે પાવાગઢથી ઊતર્યાં મહાકાલી રે' એ ગરમે લાકવિશ્રુત બન્યા. ભદ્રેશ્વરના શેઠ વર્ધમાન અને પદ્યમશીએ આ મંદિરના મોટા છોદ્ધાર કરાવ્યા હતા.
પાવાગઢમાં અનેક જૈન શ્વેતાંબર મુનિવરા વિચર્યાં હતા. આ૦ ગુણસાગર, નાગેદ્રગચ્છીય આ વિજયસેનસૂરિ, આ સામદેવસૂરિ, આ॰ વિજયસેનસૂરિ (તપા૦) વગેરેએ અહીં પ્રતિષ્ઠા કરી હતી. આ॰ આરક્ષિતસૂરિએ અહીં જ મહાકાલીદેવીની સાધના કરી હતી અને અચલગચ્છના સૂત્રપાત અહીં કર્યાં હતા.
તપાગચ્છના આ૦ સામદેવ (સ૦૧પ૭૧) મહાકવિ હતા. કાવ્યકળામાં કુશળ હતા. સમ ધર્મોપદેશક હતા. તેમણે મેવાડના કું ભે રાણા, જુનાગઢના રા’ માંડલિક અને પાવાગઢના રાજા ગ`ગ ચૌહાણના પુત્ર રાજા જયસિંહને પેાતાની વિદ્વત્તા અને ગાનકળાથી રજિત કર્યો હતા. ખંભાતમાં રાત્રિભાજન ઉત્થાપ્યું હતું.
..
(-પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પૃ૦ ૨૬૫) તપાગચ્છના (૫૫) આ૦ હેવિમલસૂરિના પટ્ટધર (૫૭) આ૦ સેાવિમલસૂરિ, જેએ સ’૦ ૧૬૦૨ માં વીજાપુરના સ૦ તેજપાલે છ’રી પાળતા કાઢેલા શત્રુંજયના સંઘમાં સાથે ગયા હતા અને પાછા ફરતાં અમદાવાદમાં તેમણે એવા અભિગ્રહ કર્યાં હતા કે, · ખેલવું નહીં, સૂવું નહીં, આહાર લેવા નહીં પણ જો ચાંપાનેરના પારેખ કાલાને પુત્ર જીવરાજ ઘેર મેલાવીને ૩ આખાં અને ૧ ભાંગેલું એમ ૪ ખાજા વહેારાવશે તે પારણું કરીશ, નહિતર પાટણ જઈ ને પારણું કરીશ.' તેમના આ અભિગ્રહ ચાથે દિવસે પૂરા થયા હતા અને તેમણે
Jain Education International
૨૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org