________________
૨૨૧
છત્રીસમું ]
આ સર્વ દેવસૂરિ વિમલગણિ નામે શિષ્ય હતે એ ઉલ્લેખ પણ મળે છે..
એકંદરે આ અભયદેવસૂરિ વિક્રમની બારમી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા મહાન પ્રભાવક હતા.
ઉપાટ સજજનના શિષ્ય આ૦ મહેશ્વર આ૦ અભયદેવસૂરિને શ્રુતગુરુ અને યુગપ્રધાન તરીકે નવાજે છે. તેઓ જણાવે છે કે –
" नमिऊण अभयसूरिं सुयगुरुं जुगप्पहाणं च । सेयंवरकुलतिलयं तवलच्छी-सरस्सइनिलयं ॥
सजणगुरुस्स सीसो पुष्फवइयं कहं कहइ ।" આ૦ મહેશ્વરસૂરિએ સ૦ ૧૧૦૯ નાણપંચમીકહા” તથા “પુષ્પવતીકથા રચી છે.
૩૯આ પ્રસન્નચંદ્રસૂરિ, આ૦ વર્ધમાનસૂરિ—તેઓને માટે વિભિન્ન ચાર ઉલ્લેખ મળે છે–
(૧) આ૦ પદ્મસૂરિ સં. ૧૨૯૪ માં કહે છે – ' चक्रे श्रीजिनचन्द्रसूरिगुरुभिधुर्यः प्रसन्नाभिधस्तेन ग्रन्थचतुष्टयी स्फुटमतिः श्रीदेवभद्रः प्रभुः ॥३॥
(-મુનિસુવ્રતસ્વામિચરિત્ર-પ્રશસ્તિ) આ જિનચંદ્રસૂરિએ પ્રસન્નચંદ્રસૂરિને મેટા બનાવ્યા અને તેમણે પણ બુદ્ધિમાન દેવભદ્રસૂરિને પોતાની પાટે સ્થાપન કર્યા, જેમણે ચાર ગ્રંથ રચ્યા છે.
આથી સ્પષ્ટ છે કે, આ પ્રસનચંદ્ર મેટા હતા. આ વધે. માનસૂરિ અને આ અશચંદ્ર તેમનાથી નાના હતા.
આ પ્રસન્નચંદ્રસૂરિ આ૦ જિનચંદ્રસૂરિના શિષ્ય હતા અને આ અભયદેવસૂરિના વિદ્યાશિષ્ય હતા. ન્યાય અને આગમના જ્ઞાતા. હતા. આ જિનચંદ્ર પિતાની પાટે આ૦ હરિસિંહને અને આ અશેકચંદ્ર આ૦ અભયદેવની પાટે આ પ્રસન્નચંદ્રને સ્થાપન કર્યા. તે પછી આ અભયદેવે પિતાને દીક્ષા-શિક્ષા શિષ્ય આ૦ વધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org