SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશમું ] આ સર્વદેવસૂરિ ૨૧૭ પિતાના ઘરદેરાસરમાં સ્થાપના કરી હતી. રસસિદ્ધ ગીશ્વર નાગાજુને આ૦ પાદલિપ્તસૂરિ પાસે તેનું માહાસ્ય સાંભળી, તેને ચેરી લાવી, નદી કિનારે છુપાવી તેની સન્મુખ રસસિદ્ધિ કરી હતી. આ પ્રતિમા ગુપ્ત હતી. થામના પટેલ મહીયલની ગાય નિરંતર ત્યાં જઈ તેની ઉપર દૂધ ઝરી આવતી હતી.' આ અભયદેવસૂરિએ ત્યાં આવી, તે સ્થાનની પાકી ભાળ મેળવી ખાતરી કરી. તેમણે તેની સામે બેસીને ધ્યાન ધર્યું, ‘નય તિgમળવU” થી શરૂ થતા બત્રીશ ગાથાના સ્તોત્ર વડે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરી. પરિણામે અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થતાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. તેના હવણ જળથી આચાર્યશ્રીને રેગ શમી ગયે. - શ્રી. અભયદેવસૂરિએ વ્યાખ્યા અને મૌલિક છે જે રચ્યા છે તેની યાદી નીચે મુજબ છે ૧. ઠાણંગસુત્ત-ટીકા ગ્રંથાગ્ર: ૧૪રપ૦, ૦ ૧૧૨૦. ૨. સમવાયાંગસુત્ત-ટીક ગ્રં૦ : ૩પ૭૫, સં. ૧૧૨૦. ૩. વિવાહપણુત્તિસુત્ત-ટીકા કૅ૦ : ૧૮૬૧૬, સં૦ ૧૧૨૮. ૪. નાયાધમ્મકહાઓ-ટીકા ગ્રં૦ : ૪રપર (૩૮૦૦), સં૦૧૧૨૦ આ સુદિ ૧૦ (પાટણ) ૫. ઉવાગદાસાંગ-ટીકા ઍ૦ : ૯૦૦. ૬. અંતગડદાસાંગ-ટીકા ગ્રં: ૧૩૦૦. ૭. અણુત્તવવાદસાંગ ટીકા ઍ૦ ૧૦૦. ૮. પણહાવાગરણ અંગ-ટીકા ઍ૦ : ૪૬૦૦. ૯. વિવાગસુય-ટીકા કૅ૦ : ૯૦૦. ૧ નાગાર્જુને તે પ્રતિમાની સામે રસસિદ્ધિ કરી હતી. તે રસ ઘુંટવાને માટે રાજા શાલિવાહનની રાણી ચંદ્રલેખાને હમેશાં અહીં લાવતો હતો. રસસિદ્ધિ થતાં જ ચંદ્રલેખાના પુત્રોએ વિશ્વાસ જમાવી નાગાર્જુનને મારી નાખે અને તે પુત્ર પણ વિશ્વાસઘાતના ફળરૂપે મરણ પામ્યા. એ રસ કોઈને મળે નહીં. (પ્રભાવકચરિત્ર, પ્ર. ૧૯, પ્રબંધચિંતામણિ-પરચૂરણ પ્રબંધ, પ્રબંધકોશ પ્ર. ૧૭; પ્રક. ૧૯, પૃ. ૧૪૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy