SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ છત્રીસમું ] આ સર્વદેવસૂરિ ૩૫. આ ઉદધોતનસૂરિ–સં. ૯૪. ૩૬. આઠ વર્ધમાનસૂરિ–સં. ૧૦૦૮." વિક્રમની દશમી શતાબ્દીના અંતમાં સપાદલક્ષ દેશમાં ચિત્તોડના રાજવી અલ્લટરાજને પુત્ર ત્રિભુવનપાલ નામે રાજા હતા. તે સમયે આભેહર દેશના કુચેરા નગરમાં ચૈત્યવાસી જિનચંદ્રાચાર્ય હતા, તેમની આજ્ઞામાં ૮૪ ચૈત્ય હતાં. તેમને વર્ધમાન નામે શિષ્ય હતું. તેમણે ચેનો ત્યાગ કરી વનવાસીગ૭ના સુવિહિત આ ઉદ્યોતનસૂરિ પાસે દીક્ષા લીધી અને શાસ્ત્રાભ્યાસ કર્યો. આ૦ ઉદ્યોતનસૂરિએ સં૦ ૯૫ માં પિતાના સર્વદેવ વગેરે આઠ શિને આચાર્ય પદ આપ્યું અને તે પછી તેમને પણ અજારીમાં ભ. મહાવીર સ્વામીના મંદિરમાં આચાર્યપદ આપ્યું. તે શાસ્ત્રાનુસાર મુનિજીવન ગાળતા હતા, તેથી તેમની પરંપરા સુવિહિત તરીકે વિશેષ પ્રખ્યાત છે. આ જિનેશ્વર અને આ૦ બુદ્ધિસાગર તેમના પટ્ટધર હતા. તે સં. ૧૦૮૮ માં પત્યપદ્રમાં અનશન કરી સ્વર્ગ ગયા. આ અભયદેવસૂરિ તેમને પરિચય આ પ્રમાણે આપે છે– 'तच्चन्द्रकुलीन-प्रवचनप्रणीताप्रतिबद्धविहारहारिचरितवर्धमानाभिधानमुनि (-રાહુ’ વૃત્તિ) ૩૭. આ જિનેશ્વરસૂરિ, આ૦ બુદ્ધિસાગરસૂરિ—બનારસમાં પં. કૃષ્ણુગુપ્ત નામે બ્રાહ્મણ હતા. તેને શ્રીધર અને શ્રીપતિ નામે પુત્ર હતા. તે બંને બુદ્ધિમાન હતા. તેથી તેઓ વેદવેદાંતના પારગામી થયા. એકદા તેઓ તીર્થયાત્રાએ નીકળ્યા અને ફરતાં ફરતાં માલવાની ધારાનગરીમાં આવ્યા. બંને જણ ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ કરતા. તે સમયે ધારામાં ભેજદેવ (સં. ૧૦૫૭ થી ૧૧૧૨) રાજા હતો અને લક્ષમીપતિ નામે ધનાઢય જેન શ્રાવક રહેતો હતો. તે શ્રીધર અને શ્રીપતિને હમેશાં ભિક્ષા આપતો હતો. ૧. વર્ધમાનસૂરેિ . (જૂઓ, પ્રક. ૩૨, ૫૦૫૦૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy