________________
પાંત્રીશમં ]
આ॰ ઉદ્યોતનરિ
૧૮૭
હતી અને ૪૦ જગદેવ અને ધનપાલ નામે પુત્રો હતા. જગદેવ ભરયુવાનીમાં મરી ગયા. તેની પત્નીનું નામ માલદેવી હતું.
પૃથ્વીપાલ પ્રતાપી અને ઉદાર હૃદયનેા હતેા. તે રાજા સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાલના મહામાત્ય હતા. તેનું સમસ્ત કુટુંબ રાજચ્છના આ૦ ચંદ્રસૂરિનું ભક્ત હતું. તેણે સ૦-૧૨૦૧ના જેઠ વિદ ૬ ને રિવવારે પાલીના ભ॰ મહાવીરના મંદિરમાં ભ૰ અનંતનાથનું જિનયુગલ સમર્પણ કર્યું હતું.
(–જૂએ, પ્રાચીન જૈનલેખસંગ્રહ ભા૦ ૨, લેખાંક : ૩૮૧) તેણે સ૦ ૧૨૦૪ થી ૧૨૦૬ સુધીમાં વિમલવસહીની ઘણીખરી દેરીઓના જીર્ણોદ્ધાર કરાવ્યેો. નવી હસ્તિશાળા બધાવી, જેમાં સ૦ ૧૨૦૪ માં ઘેાડા ઉપર મત્રી વિમલની મૂર્તિ સ્થાપન કરી અને તેની પાછળ શેઠ નીના, મ॰ લહર, મ૰ વીર, મ॰ તેઢ, મં૰ ધવલ, મ૦ આનંદ અને મ' પૃથ્વીપાલની મૂર્તિએ બનાવી સ્થાપન કરી.
તેણે પિતાના ક્લ્યાણ માટે દંડનાયક શેઠ નીનાએ પાટણમાં બંધાવેલા જાલિહરિય-વિદ્યાધરગચ્છના ભ॰ ઋષભદેવના મંદિરમાં રગમ ડપ કરાવ્યેા. માતાના કલ્યાણ માટે પાટણમાં પંચાસરા પાર્શ્વ નાથના દેરાસરને રંગમડપ કરાવ્યેા. નાની માના કલ્યાણ માટે ચદ્રાવતીના વિદ્યાધરગચ્છના દેરાસરમાં રંગમંડપ કરાવ્યેા. નાના મેાહુણના કલ્યાણ માટે રાહ વગેરે ખાર ગામવાળા રાહમડલના સાયવાદપુરમાં ભ॰ શાંતિનાથનું દેરાસર બંધાવ્યું.
૧. આ સમય લગભગ સં૦ ૧૨૦૬ માં રાજગચ્છના આ॰ ચંદ્રસૂરિની સાથે વિમલ મંત્રીના વંશજો સંઘ લઈને આખૂ ઉપર આવ્યા હતા અને તેમણે દ્ધારના ઉત્સવ કર્યા હતા.
...
सं० १२०६॥ श्रीशीलभद्रसूरीणां शिष्यैः श्रीचन्द्रप्रभसूरिभिः । विमलादिसुसंघेन युतैस्तीर्थमिदं स्तुतम् ||१||
अयं तीर्थसमुद्धारोऽत्यद्भुतोऽकारि धीमता । श्रीमदानन्दपुत्रेण श्री पृथ्वीपाल मन्त्रिणा ॥२॥
(-અ`દ પ્રાચીન જૈનલેખસંદેહ, લેખાંક : ૭૨, પ્ર૪૦ ૩૫,પૃ૦ ૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org