SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ પત્રિીશમું] આ ઉદ્દદ્યોતનસૂરિ વિદ્યાધરગચ્છનું ભ૦ ઋષભદેવનું દેરાસર બંધાવ્યું. રાજા વનરાજ તેને પિતા સમાન માનતો અને સન્માનતો હતો. લહીર' લહીરનાં બીજાં નામે લહર અને લહરપર પણ મળે છે. તે પાટણને દંડનાયક હતું. તે હાથીઓની પરીક્ષા કરવામાં નિપુણ હતો. એક દિવસે તે ઉત્તમ પ્રકારના ઘડાઓ લઈ શ્રેષ્ઠ પ્રકારના હાથીઓ લેવા વિંધ્યાચલ ગયો. તે જ્યારે હાથીઓને લઈ ગુજરાત આવતે. હતું ત્યારે શત્રુ રાજાઓએ તે હાથીઓ ખુંચવી લેવા તેની સાથે યુદ્ધ ખેડયું પરંતુ લહીરે વિંધ્યવાસિની દેવીની કૃપાથી શત્રુઓને મારી હઠાવ્યા. વનરાજ ચાવડાએ લહીરને સાંડેર ગામ ઈનામમાં આપ્યું. લહરે સાંડેરમાં મંદિર બનાવી તેનાં વિંધ્યવાસિની દેવીની સ્થાપના કરી અને તે દેવીનું નામ “ધણુહાવી” રાખ્યું. તેને લક્ષમીદેવી અને સરસ્વતીદેવી બંને પ્રસન્ન હતાં. લક્ષ્મીએ તેને પ્રસન્ન થઈ વિત્તપટયંત્ર આપ્યો અને લહીરે તે પટને ટંકશાળામાં સ્થાપન કર્યો, તેમજ લક્ષમીદેવીને મુદ્રાઓમાં (ચલણી નાણામાં) સ્થાપના કરી. એની પરં. પરામાં બે-એક પેઢી પછી મંત્રી વીર થે. વચલી બેએક પિઢીનાં નામે મળતાં નથી. લહરને પૌત્ર, પ્રપૌત્ર લહધર અને તેને પુત્ર વીર હશે. પાછળના લેખકોએ નામસામ્યથી તે બંનેને એક ગણી લીધા લાગે છે. મંત્રી વીરની વંશપરંપરા નીચે મુજબ મળે છે – ૧. વીર મહત્તમ–તે સોલંકી રાજા મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ અને દુર્લભરાજને મહામાત્ય હતો. તેને વીરમતી નામે પત્ની હતી. નેઢ, વિમલ અને ચાહિલ્લ એમ ત્રણ પુત્રો હતા. તે વડગચ્છના આચાર્ય વિમલચંદ્રસૂરિને શિષ્ય હતો તેમજ આ વીરગણિને ભક્ત હતે. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૮૫) તે મંત્રી હોવા છતાં ૧. બનારસથી લગભગ ૧૦ માઈલ દૂર મીરજાપુર પાસે ૬ માઈલ દૂર વિધ્યાવાસિની દેવીનું મૂળ સ્થાન છે. અહીંથી વિંધ્યાચલ પહાડી શરૂ થાય છે. તે મંદિરમાં પશુહિંસા ઘણું થાય છે. ૨. સડેર માટે જુઓ પ્રક. ૩૭. ૧ દુર્લભરાજ ચાહિલ જ હતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy