SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ભ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ માંથી મળ્યો હતો, તેથી તેણે તેને મુંજ નામ આપી માળવાની ગાદી આપી. મુંજે પોતાના જન્મની વાતને છુપાવવા માટે રાણીને મારી નાખી, સિંધુરાજને દેશવટે આપે અને પાછો આવતાં કેદમાં પૂરી રાખે. મુંજદેવ યુદ્ધકુશળ હતું. તેણે આહડ ભાંગ્યું આથી મેવાડને રાણે ખુમાણ (શાલિવાહન) અને ગુજરાતને રાજા મૂળરાજ હથુંડીના રાજા ધવલ રાઠેડ(સં. ૧૯૫૩)ને શરણે ગયા હતા. તેણે તિલંગ દેશ પર ચડાઈ કરી પણ ત્યાં તે પકડાયો અને કેદી બને. માળવાના મંત્રીઓએ તેને લઈ જવા સુરંગને રસ્તે તૈયાર કર્યો પણ મુંજ જેલમાં તૈલપના કાકા દેવલની રખાતની પુત્રી અને શ્રીપુરના રાજા ચંદ્રની વિધવા મૃણાલના પ્રેમમાં ફસાયે હતો. રાજા તૈલપે તેની દ્વારા સુરંગની વાત જાણું મુંજને રીબાવી રીબાવીને મારી નાખે. તે અને તહનગઢને રાજા રાજગચ્છના આ ધનેશ્વરને ગુરુ તરીકે માનતા હતા. (–જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૯) - તે વિદ્વાન હતો. તેને ચેલે ગ્રંથ મળતો નથી પણ તેને ગ્રંથનાં અવતરણે ક્ષેમેન્દ્રની રચનામાં મળે છે. તેનાં પ્રાસંગિક પદ્ય પ્રબંધચિંતામણિ” તથા “ભેજપ્રબંધ”માં પણ મળે છે. કવિ ધનપાલ (સં. ૧૦૨૯), કવિ પદ્મગુપ્ત પરિમલ, કવિ ધનં. જય (દશરૂપકકર્તા), આ૦ અમિતગતિ (સં. ૧૦૫૦ તથા સુભાષિત રત્નસંદેહ-કર્તા), પં. હલાયુલ (પિંગલસૂત્રવૃત્તિકાર) વગેરે તેની સભાના વિદ્વાન હતા. તેને તિલંગપતિ તૈલપદેવની બહેન કુસુમવતી રાણી હતી. રુદ્રાદિત્ય નામે દીવાન હતો. તેણે હારિજ પાસે મુંજપર વસાવ્યું. તે તિલંગની જેલમાં સં૦ ૧૦૫૨ માં મરણ પામે. તૈલપે તેનું માથું રાજચેકમાં શૈલી ઉપર પડ્યું. તેને તે હમેશાં દહીં ચડાવતો હતે. પંડિતએ મુંજના મરણ પછી એક જ ઉચ્ચાર કર્યો–બ મુજે વરાપુ નિ સરસ્વતી !” ૫. સિંધુરાજ–તે સીયકને સારો પુત્ર હતું. મુંજે તેને દેશવટો આવે ત્યારે તેણે આબૂ પાસે કાસહુદ ગામ વસાવ્યું. તે પાછા આવ્યા ત્યારે મુંજે તેને માળવાને પ્રાંત ઓં પણ પ્રસંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy