________________
૧૫૩
પાંત્રીસમું ]
આ ઉદ્યોતનસૂરિ - ૨. ઉ૫લરાજ-દુશલ્ય.
૩. અરણયરાજ–તેનું મૂળ નામ પામ્હણ હોવાનું સંભવે છે. તે સં૦ ૧૦૦૧ લગભગમાં રાજા છે. ત્યાર પછી તેને અરણ્યમાં રહેવું પડયું. તેણે એક વાર અચલગઢની તળેટીના જૈન દેરાસરની પિત્તલની જેમ પ્રતિમાને ગળાવી નાખી તેને નંદી બનાવ્યું અને તે દેરાસરને શિવાલય બનાવી દીધું. આથી તેને કોઢ રેગ ફૂટી નીકળ્યું. તેણે શાંતિ માટે કરેલા સઘળા ઉપાયે નિષ્ફળ ગયા. જંગલમાં તેને આ શીલધવલ મન્યા. તેણે તેમને પિતાની ભૂલ જણાવી અને પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ તેને ઉપદેશ આપે. તેને આશ્વાસન આપતાં કહ્યું : “તું નવી જિનપ્રતિમા બનાવી, તેની પૂજા કર, એના હુવણ જળથી તારે રિગ શમી જશે.” રાજુએ એ પ્રમાણે કર્યું અને તેને રેગ શમી ગયો. શરીર નવપલ્લવ જેવું બની ગયું. રાજાએ સં૦ ૧૦૧૧ માં ધાંધાર પ્રદેશમાં પાલનપુર વસાવ્યું, દરબારગઢ બનાવ્યું, તેની બારીમાંથી ભગવાનનાં દર્શન થઈ શકે એ રીતે રાજવિહાર બંધાવ્યું અને તેમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેના નિભાવ ખર્ચ માટે નવા નવા લાગા બાંધી આપ્યા અને રાજા પણ ઘણો સમય અહીં રહેવા લાગ્યું. આ સ્થાન આજે પાલનપુરમાં પલવિયા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ છે.
૧. આ શીલાંકરિ સં૦ ૯૩૩, (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૬૧) આ સમયમાં જાબાલિગચ્છમાં પણ એક શીલસૂરિ થયા હતા.
૨. અચલેશ્વર મહાદેવનું મેટું દેવાલય છે તે મૂળ જૈનમંદિર હતું એવું અનુમાન થાય છે. જ્યારે સં- ૨૦૦૩ ના ફાગણ માસમાં હું આ પહાડ ઉપર ગમે ત્યારે આ દેવાલય મેં બરાબર નિહાળેલું છે. આ દેવાલયના ગર્ભગૃહની ત્રણે બાજુએ ફરી શકાય એવો બહુ સાંકડો માર્ગ રાખેલો છે. પાછલી દીવાલે મધ્યમાં એક આડે પથ્થર મૂકેલે છે, જેની નીચે થઈને ફરનાર નીકળી શકે છે. ગભારાનું બારશાખ અને બહારના મંડપનું બારશાખ જોતાં દેવળ પુરાણું જૈન દેવળ જ છે. ગર્ભાગારમાં શિવલિંગ નીચાણની ભૂમિ ઉપર છે અને છેક દીવાલની નજીકમાં ઊંડે ખાડે છે, જેમાં પાણી હોય એમ જણાય છે. જમાના માપની દૃષ્ટિએ આ જિનમતિ નીચેની કૂમની જગા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org