SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રિીશમું ] આ ઉદ્દઘોતનસૂરિ ૧૪૩ રાજા વિરધવલે ધૂળકામાં વરધવલ નારાયણપ્રાસાદ બનાવ્યું હતું. સં૦ ૧૨૯૪ માં તે મરણ પામ્યું. તે એ પ્રજાવત્સલ હતો કે, તેની ચિતામાં ચડીને ૧૨૦ માણસો તેની સાથે મરણ પામ્યાં. મંત્રી તેજપાલે મસાણ ઉપર ચકી મુકાવી બીજાઓને મરતા બચાવી લીધા. તેને જયતલ રાણી તેમજ વીરમદેવ (પ્રતાપમલ) તથા વિશલદેવ પુત્ર હતા. વિરમદેવ ઉગ્ર સ્વભાવને હોવાથી ગાદીને લાયક નહોતે. તેથી વરધવલે તેને નાલાયક જાહેર કર્યો હતો. મંત્રી વસ્તુપાલે વિશલને તેની ગાદીએ બેસાડ્યો અને મહામંડલેશ્વર બનાવ્યું. - એક વાર આ રાજા અને મંત્રી વસ્તુપાલની વચ્ચે રાજાના મામા સિંહ જેઠવાની ઉદ્ધતાઈને કારણે ખટપટ ઊભી થઈ હતી પણ સર્વે ધર રાજા લવણુપ્રસાદ તેમજ પુરેહિત સોમેશ્વરે વચ્ચે પડી તેનું સુખદ સમાધાન કરાવ્યું હતું, સર્વેશ્વર સં. ૧૨૯૬ સુધી વિદ્યમાન હતો. - સં. ૧૨૭–૯૮માં મંત્રી વસ્તુપાલ અને સં૦ ૧૨૯૮ માં રાજા ભીમદેવ મરણ પામ્યા. રાજા ભીમદેવને લીલાવતી તેમજ સુમલદેવી નામે રાણીઓ હતી અને ત્રિભુવનપાલ નામે પુત્ર હતો. લીલાવતી જાલેરના સોનગરા ચૌહાણ કીતિપાલ (સં. ૧૨૩૬ થી ૧૨૩૯)ના પુત્ર સમરસિંહ (સં. ૧૨૩૯થી ૧૨૬૨)ની પુત્રી હતી. ભીમદેવની તે પટ્ટરાણી હતી. સુમલદેવી લૂણપસાક સોલંકીની પુત્રી હતી. તેણે ઘુસડીમાં સુમલેશ્વર તથા વરમેશ્વરનાં મંદિરે બંધાવી, સં. ૧૨૫ માં દાનપત્ર આપ્યું હતું. તે સં. ૧૨૯૬ માં મરણ પામી. ચંદ વરદાઈએ “પૃથ્વીરાજરાસામાં ભીમદેવની ત્રીજી પત્ની મંદેદરી નામે બતાવી છે અને ઈચ્છનકુમારીની ઘટના આપી છે પરંતુ પુરાતત્ત્વના અભ્યાસીઓ એ વિધાનને સાચું માનતાં નથી. રાજા ભીમદેવના શુંભનદેવ (સં. ૧૨૪૭ લાટ) અને ગલ્લકકુલને આહૂલાદન (સં. ૧૨૯૬) દંડનાયકે હતા. મંત્રી રત્નસિંહ (સં૦૧૨૪૭ લાટ), રાણિગ ચાચિગદેવ (સં. ૧૨૬૪ તળાજા), શ્રીકાબૂ (સં૧૨૬૫ ચંદ્રાવતી), રત્નસિંહ સં૦ ૧૨૬૬ સિંહ સં૦ ૯૬ વંથલી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy