SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જૈન પરંપરાને ઇતિહાસ--ભાગ ૨ [ પ્રકરણ આદિ વ્યસનેમાં ફસાય. શિકારીને ધન મળે તો તે બાણને તીણ બનાવે, મેટી જાળ બનાવે અને ઘણું જીવોનો સંહાર કરે. કસાઈને ધન મળે તે તે વધુ પાડો અને બકરાને વધ કરે. વેશ્યાને ધન મળે તે તે ભારે ભભક રાખી પુરુષને ફસાવે. એટલે માત્ર ધન દેવાથી પ્રજા ઉન્નત થતી નથી. પ્રજાને આદર્શ બનાવવી હોય તે સૌમાં માનવપ્રેમ, પ્રાણમૈત્રી, ક્ષમાભાવ, જ્ઞાન, ઉદારતા, સેવાભાવ, સ્વાર્થત્યાગ, પરગજુપણું અને પરોપકારવૃત્તિ વધે એ જ ઉ ત્તમ માગે છે. આવા પ્રજા ઘડનાર રાજા ઇતિહાસમાં અમર બને છે. રાજાએ રુદતીધનને પટ્ટો રદ કરી બીજા પણ કરે માફ કર્યા અને કાર્તિક સુદિ ૧ થી “સિદ્ધહેમકુમાર સંવત્ ” ચલાવ્યું. આ સંવતના ઉલ્લેખ શત્રુંજય તીર્થ પર ચૌમુખની ભ૦ શાંતિનાથની ધાતુપ્રતિમા, અભિધાનચિંતામણિ કાંડઃ ૬, ૦ ૧૭૧, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર પર્વ ૧૦, સત્ર: ૧૨, લેટ ૭૭ વગેરેમાં મળે છે. તેને પ્રારંભ કઈ સાલથી થયે છે તેનું કેઈ સ્પષ્ટ પ્રમાણ મળતું નથી. (જૂઓ, જેનસત્યપ્રકાશ, ક્રમાંક : ૯૩, ૯૪, ૯૮, ૧૦૯) - કુમારપાલે મંત્રી આંબડ–રાજપિતામહને શિલહાર રાજા મદ્વિકાર્જુનને જીતવા માટે મેકલ્યો. તે કાવેરી નદી ઊતરી પિતાની સેનાને વ્યવસ્થિત કરતું હતું, એવામાં શત્રુઓએ હુમલો કરી તેને હરાવ્યું. રાજાએ તેને ફરી વાર સં૦ ૧૨૧૭ લગભગમાં મેક. તેની સાથે પરમાર ધારાવર્ષ, ચૌહાણ રામેશ્વર વગેરે હતા. મંત્રીએ કાવેરીને પુલ બાંધી, સામે પાર જઈ મલ્લિકાર્જુનને હરાવી તેનું માથું, રાજ્યની કીમતી ચીજો, દંડની મોટી રકમ વગેરે લાવીને પાટણમાં રાજા પાસે ધર્યું. રાજાએ મંત્રીને “રાજપિતામહ” બિરુદ આપ્યું. કંકણના ૩૨ સ્વર્ણકળશેમાંથી ૩ કળશ ઉદાયન ચૈત્ય, શકુનિકાવિહાર અને રાજઘટીઘર પર ચડાવ્યા. કર્ણાટક અને કોંકણની એકગાંઠ મનાતી હતી. કુંતલના રાજા તૈલપે કંકણને બદલો લેવા ગુજરાત તરફ પ્રયાણ કર્યું, પણ રાજા કુમારપાલ વૃદ્ધ બની ગયા હતે. ચોમાસામાં યુદ્ધ કરતે હેતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy