________________
ચોત્રીશમું]
આ વિમલચંદ્રસૂરિ અને ભગવાન નેમિનાથનાં નાનકડાં દેરાસર છે, જે રમણીય એકાન્તમાં અને આફ્લાદજનક છે.
શત્રુજયાવતારમાં વિ. સં. ૧૧૮૬, સં. ૧૨૦૦ વગેરે સાલના લે છે, જેને છેલ્લે જીર્ણોદ્ધાર તપગચ્છના આ૦ શ્રીવિજયદેવસૂરિના ઉપદેશથી સં. ૧૯૭૪ મ. વ. ૧ ગુરુવારે થયે છે. ગિરનારના દેરાસરમાં વિ. સં. ૧૧૧માં ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા થઈ છે, જેમાં સં. ૧૧૯૫ વગેરે સાલના પણ લેખે છે. તેને છેલ્લે મેટે જીર્ણોદ્ધાર વડગચછના આ માનતુંગસૂરિના વંશના આ ધર્મચંદ્રસૂરિના પટ્ટધર આ વિનયચંદ્રના ઉપદેશથી વિ. સં. ૧૪૪૩ કા. વ. ૧૪ શુકવારે ચૌહાણ વનવીરદેવના રાજ્યકાળમાં થયે છે. આ મંદિરનું બીજું નામ જાદવાજીનું મંદિર છે આ પહાડ પર સહસામ્રવન પણ છે.
ભગવાન આદિનાથના મંદિર માટે એ ઈતિહાસ મળે છે કે સાંડેરગચ્છના જૈનાચાર્ય થશેભદ્રસૂરિ અને શૈવ ગોસાઈ કેશવસ્વામીએ ૮૪ વાદ કર્યા. છેવટે એમ નક્કી થયું કે “બને ધર્મોચાએ ખેડબ્રહ્માથી પિતપોતાનાં મંદિરને ઉપાડી એક જ રાતમાં અહીં લાવી સૂર્યોદય પહેલાં જેલ ટેકરી ઉપર સ્થાપિત કરવાં, જે પહેલાં લઈ આવશે તેને જય થયો ગણાશે.” અને આચાર્યોએ રાત થતાં ત્યાંથી એકી સાથે પિતાનાં મંદિરે ઉડાડ્યાં, કેશવ એગીએ આગળ વધી જઈ ટેકરી ઉપર પહેલાં પહોંચી જવાની તૈયારી કરી, એવામાં આ યશભદ્રસૂરિએ એકદમ કુકડાને શબ્દ કર્યો, જે સાંભળીને
શું સૂર્યોદય થઈ ગયે?” એમ યેગી વિચાર કરે છે એટલામાં આચાર્યશ્રીએ જલદી ટેકરી ઉપર પહોંચી જઈ ત્યાં પિતાનું જેના મંદિર સ્થાપી દીધું અને આ યશભદ્રસૂરિને વિજય થયું. આ ઘટના માટે એ પણ ઉલ્લેખ મળે છે કે-બન્નેનાં મંદિરે ટેકરીની નીચે જ સ્થાપિત થયાં છે, જે આજે આદીશ્વરનું મંદિર અને તપેશ્વર મહાદેવનું મંદિર એવા નામે ઓળખાય છે. આ ઘટના વિ. સં. ૯૬ થી ૧૦૧૦માં બની છે. ત્યારથી નાડુલાઈ તીર્થ તરીકે વિખ્યાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org