SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ જેનેના મહાતીર્થ ગિરિરાજ શત્રુંજય પર જુદા જુદા દેરાસરોવાળી ઘણી કે છે, તેમાં છીપાવસહી નામની પણ ટૂંક છે. - એક વાઘણના કારણે આજ શત્રુંજય તીર્થની યાત્રા બંધ થઈ હતી. ભાવસાર વિકમશીએ પિતાના દેહનું બલિદાન આપી એ તીર્થયાત્રા ખેલાવી હતી, જેને પાળિયે આજે પણ વિમલવસહીમાં ચડતાં ડાબી તરફ સુરક્ષિત છે. પંજાબના જે પિતાને ભાવડા તરીકે જ ઓળખાવે છે; એટલે તેઓ અસલના ભાવડારગચ્છના વંશજો છે. (પૃ. ૩૦ થી ર૩ર) બીજી જૈન જ્ઞાતિઓને ભાવસારે સાથે રેટીથી સંબંધ હતું, જે આજે પણ તેવા જ રૂપમાં ચાલુ છે. - એકંદરે ભાવસાર એ જ્ઞાતિએ છીપા છે અને ધર્મ ભાવડારગચ્છના છે. ભોજકઃ - ગુજરાતમાં ડીસા પાસે વાયડ ગામ છે ત્યાંના બ્રાહ્મણ વાયડગચ્છના આ૦ જીદેવસૂરિ તથા નવા જૈન બનેલ શેઠ લલ્લ ઉપર દ્વેષ રાખતા હતા. એક દિવસે બ્રાહ્મણોએ મરવા પડેલી એક ગાયને હાંકી મહાવીરસ્વામીના દેરાસરમાં લાવી બેસાડી, જે ત્યાં જ મરણ પામી. આ જીવદેવસૂરિએ રાતના સમયે પરકાયપ્રવેશ વિદ્યાના બળથી તે ગાયને ચલાવી બ્રહ્માજીના મંદિર પાસે લાવી બેસાડી કે તે ત્યાં જ મરી ગઈ. આમ થવાથી ગામમાં ખળભળાટ મચી ગયે, બ્રાહ્મણોની નાત મળી અને બ્રાહ્મણોએ ઘણે વિચાર કરીને નકકી કર્યું કે, આપણું જુવાનિયા જેનેની છેડછાડ કરે છે એમાં આપણને જ વેઠવાનું છે. આચાર્યશ્રી બ્રહ્મચારી છે, આપણે બાળબચ્ચાંવાળા ગૃહસ્થી છીએ, આપણે અને જેમાં ઝગડે થાય એ ન પાલવે. આને સત્વર ઉપાય લે જોઈએ, ભવિષ્યમાં પણ કદી ઝઘડે ન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આમ કહી બ્રાહ્મણેએ આચાર્યશ્રી પાસે જઈ માફી માગી અને લલ્લ શેઠ વગેરે જેનોની સાથે સલાહ સંપ કરી હંમેશને માટે નીચે મુજબ સુલેહની શરતે કરી આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy