________________
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ રાજા ચંદ્રદેવ ઈ.સ. ૧૦૭ર માં ગાદીએ આવ્યો અને તે કેશલ તથા અધ્યાને સંરક્ષક બન્ય.
(ઈન્ડિયન એન્ટીકવેરી, . ૨, પૃ. ૧૨-૧૩) જૈન ગે. -
બાંધ્યા–ભાવાચાર્યગચ્છના આદ્યાચાર્ય ભાવેદેવસૂરિએ સં. ૯૧૨ માં પરમગામના માધુદેવ વગેરેને જૈન બનાવી ઓસવાલ ગેત્રમાં દાખલ કર્યા, અને તેનું બાંઠિયા” નેત્ર સ્થાપ્યું. સં. ૧૩૪૦ માં રત્નાશાહ બાંઠિયાથી “કવાડ શાખા નીકળી. સં. ૧૯૩૧ માં મેડતાના શાહજી બાંઠિયાથી “શાહશાખા” અને નાનાભાઈ હરખા બાંઠિયાથી “હરખાવત” શાખા નીકળી. આ બન્ને ભાઈઓ પરમાગી શ્રીઆનંદઘનજી મહારાજના પરમ ઉપાસક હતા, તે તપગચ્છના હતા. મેડતાના હરખાવત શેઠ ધનરૂપજી અજમેરમાં રહે છે, તે તપગચ્છના શ્રાવક છે.
ઝામડ-આ. શ્રી વિમલચંદ્રસૂરિના પ્રશિષ્ય આઠ સર્વદેવસૂરિએ વિ. સં. ૯૮૮ માં હલ્યુડીના રાવ જગમાલ તથા તેના પરિવારને જેન બનાવી “ઝામડગેત્ર સ્થાપ્યું, સં. ૧૦૨૧ માં આબુ પહાડ પાસે ટેલડિયાના પંવાર સંઘરાવ તથા તેના પરિવારને જેન બનાવ્ય, પુત્ર વિજયરાવે તીર્થને સંઘ કાઢયો તેનું “સિંઘી” (સંઘવી) ગોત્ર સ્થાપ્યું, તેના વંશજો આજે સજામાં વિદ્યમાન છે.
ચિત્રોડા–રાજગચ્છના આ ધનેશ્વરસૂરિએ ચિત્તોડના ૧૮૦૦૦ બ્રાહ્મણને જેન બનાવ્યા ત્યારે તે ચિત્રવાલ ગચ્છના શ્રાવક હતા, પછી તેઓ તપગચ્છની વડી પષાળના શ્રાવક છે.
ગુગલિયા વગેરે સડેરકગચ્છના આ યશોભદ્રસૂરિ અને તેઓની પરંપરાના ઉપદેશથી ગુંગલિયા, ભંડારી, ચૂર, દુધેરિયા, ધારોલા, કાંકરેચા, બહેરા ઈત્યાદિ ૧૨ જાતિઓ જૈન બની છે. સીસેદિયા ઓસવાલ પણ સાંડેરકગચ્છના શ્રાવકે છે, પછી તે ગચ્છની ગાદીએ તપગચ્છના શ્રીપૂ બેઠા એટલે તે જ્ઞાતિઓ પણ તપગચ્છની ઉપાસક બની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org