________________
ચેત્રીસમું] આ વિમલચંદ્રસૂરિ
૫૮૧ માણસ ! મશ્કરીને પણ હદ હોય છે. સાળાને પણ આવી મશ્કરી માટે પારાવાર દુઃખ થયું. વીરકુમારને માતાના મૃત્યુથી દુખ થયું અને વૈરાગ્ય પ્રગટયો. તેણે પિતાની સ્ત્રીઓને એકેક કટિ ધન આપી બાકીનું ધન સંઘભક્તિ અને જિનચૈત્યમાં વાપર્યું, ગૃહસ્થવિશે જ પરિગ્રહને ત્યાગ કરી સાર જઈ વીર પ્રભુની આરાધના શરૂ કરી, અઠ્ઠાઈનું તપ કરી પારણું કર્યું અને ૬ વિગઈને ત્યાગ કર્યો. પછી તે ત્યાં પૌષધમાં રહેતા અને પ્રાસુક આહાર લેતે હવે, રાતે નગરની બહાર જઈ કાયેત્સર્ગ કરતું હતું અને દેવ, મનુષ્ય અને તિર્યંચના ઉપસર્ગો સહન કરતે હતો. તે ત્યાં તીવ્ર તપ તપતાં એક તીર્થ સમાન પવિત્રતાનું ધામ થઈ પડ્યો.
એકવાર સંધ્યા સમયે તે નગર બહાર કર્યોત્સર્ગ ભૂમિએ જતું હતું, ત્યાં રસ્તામાં પરમ કલ્યાણમૂર્તિ, ચારિત્રને સાક્ષાત્ અવતાર હોય એવા ૧૦૦ વર્ષની વયેવૃદ્ધ આ વિમલગણુિને આવતા જોયા. તેઓશ્રી મથુરા નગરીથી આવતા હતા અને સિદ્ધગિરિ તરફ જવાના હતા.
વીરકુમારે મહારાજને નમસ્કાર કર્યો. ગુરુજીએ ધર્મલાભ આપ્યો અને પૂછ્યુંહે વત્સ! અત્યારે અકાળે તું ક્યાં જાય છે?
વીરકુમારે કહ્યું-અહીં નગર બહાર કર્યોત્સર્ગ કરવા જાઉં છું.
ગુરુજી બેલ્યા-અમે તારા અતિથિ છીએ, તને અંગવિદ્યાને આમ્નાય આપી અંત સમય સાધવા શત્રુંજય તીર્થ પર જવાના છીએ.
વીરકુમાર બેઃ –પ્રભુ આપની મારા પર કૃપા થઈ
વીરકુમારે ગુરુજીને ઉપાશ્રય બતાવ્યો અને રાત્રે ગુરુજી પાસે જ રહી ખૂબ ભક્તિ કરી.
ગુરુજીએ કહ્યું કે-વત્સ! તું નિષ્કપટ ભાવથી અંગવિદ્યા શીખ કે જે શ્રુતજ્ઞાનના બળે તું શાસનમાં પ્રભાવક થઈશ.
વરકુમાર :-પ્રભે! ગૃહસ્થને સિદ્ધાંતની વાચના કેમ અપાય? વળી મને જ્ઞાન ચડતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org