________________
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
ત્યાગ, તપ અને ઉજજવલ ચારિત્રના પ્રતાપે જૈન શાસનને દીપાવ્યુ હતું. તેમનું જન્મસ્થાન ભિન્નમાલ નગર, તેમના પિતાનું નામ શેઠ શિવનાગ, માતાનું નામ પૃગુલતા અને તેમનું પેાતાનું નામ વીરકુમાર હતું. આ સમયે ભિન્નમાલમાં ઘૂમરાજના વંશજ દેવરાજ રાજ્ય કરતા હતા.
૫૦
શેઠ શિવનાગે ધરણેન્દ્રની આરાધના કરી હતી, જેથી ધરણરાજે તેમને વરદાન આપ્યું હતું કે- “તું ગમે તેવા ઝેરી નાગનું ઝેર ઉતારી શકીશ.” શિવનાગ શેડ નાગકુલેનાં વિષને ફ્ક મારીને કે હાથ અડાડીને ઉતારી નાંખતા હતા. શેઠે મંત્રરચના યુક્ત સ્તવન મનાવ્યું હતુ, જે ધરણેારગેન્દ્ર સ્તોત્ર રૂપે પ્રસિદ્ધિ પામ્યું, અને જે સ્મરણ માત્રથી ઉપદ્રવને હરતુ હતુ.
શેઠ શિવનાગ કેટિધ્વજ કરોડાના આસામી હતા. તેણે પોતાના પુત્ર વીરકુમારને મેટા વ્યવહારીઆની ૭ કન્યાઓ પરણાવી હતી. વીરકુમારે પિતાજીના બધા ભાર ઉઠાવ્યો હતા, ત્યાં પિતાનું મૃત્યુ થયું. આથી વીરકુમારને બહુ જ આઘાત થયા અને વૈરાગ્ય પ્રગટ્યો. વીરકુમાર ત્યારથી દરેક પાંમાં સાચામાં વિરાજમાન વીરપ્રભુનાં દર્શોન કરવા જવા લાગ્યા.
એકવાર તે તથા તેના સાળે અને સાચારમાં મહાવીર પ્રભુનાં દર્શન કરવા ગયા હતા. પાછા વળતાં તેમને ચારેએ ઘેરી લીધા, તેમાંથી સાળા ચારાની ષ્ટિ ખચાવીને ભાગી છૂટયો, અને ભિન્નમાલ પહેાંચ્યા. તેને વીરકુમારની માતાએ પૂછ્યું, વીરકુમાર કયાં છે ? સાળાએ હસતાં હસતાં કહ્યું કે— “ એમને તા ચારેાએ પકડયા છે અને મારી નાખ્યા છે.” આ સાંભળતાં જ પુત્રવત્સલ માતાને અતિશય આઘાત પહોંચ્યા અને તે મૃત્યુ પામી.
થોડીવાર પછી ચારોએ પુણ્યાયથી વીરકુમારને મૂકી દીધો, એટલે તે દોડતા દોડતા ઘરે આવ્યું, ત્યાં માતાને મૃત્યુ પામેલી જોઈ પૂછ્યું આવું કેમ બન્યું? વીરકુમારને યથાસ્થિત વસ્તુનુ જ્ઞાન થયું. એટલે તેણે પોતાના સાળાને ઠપકા આપ્યા. ભલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org