________________
૫૬
જૈન પરંપરાના હિતહાસ
[ પ્રકરણ
કરવાની અને એકીસાથે હજારા મરેલાઓને ઊભા કરવાની અદ્ભુત વિદ્યા જોઈ, તે રા' પાસે આવ્યો. રાને ઠંડા પાડી આ ઋષિને પ્રસન્ન કરવામાં જ લાભ છે; એમ સમજાવી, માફી માગવાની વ્યવસ્થા કરી.
રાજા તરફથી મંત્રીએ માફી માગી અને મુનિજીના કહેવા પ્રમાણે કરવાથી રાણી સાજી થઈ ગઈ. તરત જ રા'ખેંગારે પણ આ તીર્થ જૈનોને પાછુ સાંપ્યુ અને શ્રીસ ંઘે ગિરનારની યાત્રા કરી ભ॰ નેમિનાથની પૂજા કરી.
i.
ત્યાર પછી અલિભદ્રમુનિ ત્યાંથી વિહાર કરી પાલી, નાડાલ થઇ હથુંડી (હસ્તિકુડી) પધાર્યાં, તેમણે ત્યાં રહ્યા જ મેવાડના રાણા અલ્લટની બેનતિથી આહડ નગરમાં રાણીના રેવતીદ્વેષને શમાગ્યે. આથી અલટ રાજાએ મુનિજીને આહડ લઈ જઈ માટે મહાત્સવ કર્યો અને અર્ધું રાજ્ય દેવા તૈયારી કરી પણ મુનિજીએ મુનિધમ સમજાવી રાજ્ય લેવાની ના કહી અને સાથેાસાથ જણાવ્યું કે- “ જો તમે કરી શકે તો એક કામ કરે કે આ॰ શાલિભદ્રસૂરિ મને અર્ધો ભાગ આપે. ”
દ
રાજા અથ્લટરાજે આ॰ શાલિસૂરિને મહાત્સવથી આહુડમાં પધરાવ્યા. રાજાએ તેમને વિનંતિ કરી કે— “ અલભદ્રમુનિ તમારા ગુરુભાઈ છે, માટે તેમને ગુરુપાટના અર્ધાં ભાગ આપે. ” આ॰ શાલિસૂરિએ સૌમ્યતાથી ઉત્તર વાળ્યો કે
ઃઃ
રાજન્ ! રાજા ભાઈઓને ભાગ આપતા નથી, લેાકેા ભાઈ એને સરખા ભાગ આપે છે. ધર્માચાર્યાંમાં પણ રાજનીતિ પ્રવર્તે છે. એટલે ગુરુના સર્વ હકક પટ્ટધરને જ મળે છે.”
રાજાએ આ વાતને ન્યાયરૂપે સ્વીકારી લીધી એટલે હવે રાજાએ પોતે જ અલિભદ્રમુનિને વાસુદેવસૂરિ એવું નામ આપી આચાય પદવી આપી અને તેમને નવા શ્રાવકે કરી આપ્યા. ( વિ. સં. ૭૩ લગભગ )
આ વાસુદેવસૂરિએ હત્થંડીમાં જઈ ત્યાંના રાઠેાડ રાજા વિદગ્ધરાજને ઉપદેશ આપી જૈનધમી બનાવ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org