________________
પ૭૨
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ જઈ “અમે આ ભક્તિ માટે કર્યું હતું, પણ અવજ્ઞા થઈ” એમ કહી માફી માગી. અને પિતાનું આયુષ્ય પૂછયું. ગુરુમહારાજે ૬ મહિનાનું આયુષ્ય જણાવ્યું અને ધર્મધ્યાન કરવા ઉપદેશ આપ્યો. રસ્તામાં સંઘને પાણીની ખેંચ પડી ત્યારે આચાર્ય મહારાજે વિદ્યાના બળથી સૂકું તળાવ પાણીથી ભરી દીધું, સંઘે શત્રુંજય મહાતીર્થ તથા ગિરનાર તીર્થની યાત્રા કરી. આ સમયે એક ચાર ભગવાન નેમિનાથનાં આભૂષણે લઈ આહડ ચાલ્યા ગયે હતે, ગુરુ મહારાજે તે ચેરનાં નામ, સ્થાન, નિશાની આપ્યાં અને જ્યારે શેઠના માણસે તેને પકડી લાવ્યા ત્યારે ગુરુમહારાજે તેને મુક્ત કરાવ્યો. સૂરિ મહારાજ સંઘ સાથે આહડ ગયા. ત્યાંથી વિહાર કરી નાડલાઈ પધાર્યા અને તેમણે તે ચોમાસું નાડલાઈમાં કર્યું. { } . આ તરફથી પેલા બ્રાહ્મણને છેકરે કેશવ જેગી બની જુદી જુદી વિદ્યામાં પારંગત થયું હતું. તે પણ અવારનવાર પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા : એક દિવસે જોગીએ પિતાની જટાના બે સાપ બનાવી સૂરિમહારાજ પર છોડયા મહારાજે મુહપત્તિના બે કકડા કરી બે નેળિયા બનાવી સાપને નસાડી મૂક્યા. આ ચમત્કાર જોઈને જેગી પણ નાસી ગયે.
જોગીએ એક સાધ્વીજીને ગાંડી બનાવી દીધી. સંઘે ગી પાસે જઈ સાધ્વીજીને સારી કરવા ખૂબ ખૂબ વિનવણી કરી, પણ તેણે માન્યું નહિ. એટલે સંઘે આચાર્ય મહારાજના કહેવા પ્રમાણે એક પૂતળાની આંગળી કાપી કે તરત જ જેગીની આંગળી કપાઈ નીચે પડી. પછી શ્રાવકેએ કહ્યું કે, જેગી મહારાજ ! જેમ આ આંગળી છેદાઈ ગઈ તેમ તમારા મસ્તકને પણ છેદ થશે. જોગીએ આ સાંભળી સાધ્વીજીને સારી બનાવી મોકલી દીધી.
- જોગીએ એક દિવસે ચૂરણ નાખી જિનપ્રતિમાઓને વિમુખ કરી નાખી. આચાર્ય મહારાજે તે ગીને બેસવાના પાટલા ઉપર જ ખીલી દીધે. એટલે જોગીએ માફી માગી જિનપ્રતિમાઓને સમ્મુખ કરી અને આચાર્યો તેને છૂટે કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org