________________
જૈન પરંપરાના ઇતિહાસ
Jain Education International
૫૬ ૦
આ॰ વિજયસેનસૂરિ
:
પ
તેઓ ‘ ભક્તામર સ્તેાત્ર”ના નિરંતર પાઠી હતા, તેમના ૨૦ મા Àકના જાપથી ચક્રેશ્વરી દેવીએ પ્રત્યક્ષ થઈ દરેક પ્રશ્નોના સાચા ઉત્તર આપવાની શક્તિનું વરદાન આપ્યું હતુ. તેમણે એકવાર નાગારના રાજા મહીપતિએ પૂછવાથી તેને ૧૨ દિવસની ભવિષ્યવાણી કહી સંભળાવી. જો કે તેને રાજપડિતા અને રાજજ્યાતિષીઓએ જોરદાર વિરોધ કર્યાં પરંતુ એ ભવિષ્યવાણી સર્વ રીતે સાચી નીવડી ત્યારે તે સર્વે ભોંઠા પડ્યા. પછી તે રાજા અને પડતા વગેરે આચાર્ય શ્રી પાસે ગયા, તેમના પગમાં પડયા અને તેમની સામે બેઠા. આચાય શ્રીએ તેમે ઉપર આશીર્વાદ વરસાવ્યે કેआधारो यस्त्रिलोक्या जलधिजलधरार्केन्दुवो यनियोज्या, भुज्यन्ते यत्प्रसादादसुरसुरनराधीश्वरैः सम्पदस्ताः ॥ आदेश्या यस्य चिन्तामणिसुरसुरभीकल्पवृक्षादयस्ते, श्रीमान् जैनेन्द्रधर्मः किसलयतु स वः शाश्वतीं शर्मलक्ष्मीम् ॥ રાજા મહીપતિએ ઉપદેશ સાંભળ્યો. તેણે ઘણાં જિનાલયે સ્થાપ્યાં અને વિવિધ રીતે જૈનધર્મની પ્રભાવના કરી હતી.
-
( ‘ભક્તામરસ્તોત્ર’ è. ૨૦ ની આ॰ ગુણાકરકૃત વિવ્રુતિ) આ॰ કમલદેવસિર
:
તે
વિક્રમની દશમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા, તેમના શિષ્ય દેવે શાકે ૭૮૪ વિ. સં. ૯૧૯ આ. શુ ૧૪ ગુરુવારે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પડિહાર વંશના રાજા મિહિરભેાજના મહાસામંત વિષ્ણુરજના રાજ્યમાં લુઅગિરિ (લુઠારા ) ગામમાં ભગવાનશ્રી શાંતિનાથના દેરાસર પાસે એક સ્તંભ ઊભા કરાવ્યો હતા જેને ગાઢી વાનુઆ ગગાકે ઘડયો હતા.
( એપિગ્રાફ્રિકા ઇન્ડિકા વા. ૪ પૃ. ૩૧૦) અહી લુઅન્થગિરિ ગામ સૂચવ્યું છે તે લુટારા ગામ હાય તા તે સમયે ભોજનુ રાજ્ય તે પ્રદેશમાં હતું, એ સહેજે માની શકાય તેમ છે.
* રાજા મહીપાલ પડિહાર વશમાં થયા છે.
[ પ્રકરણ
For Private & Personal Use Only
www.jainelibrary.org