________________
ચેનીશમું ] આ વિમલચંદ્રસૂરિ
૫૫ થાય ત્યારે તેને બ્રહ્માજીના મંદિરમાં પટ્ટાભિષેક કરે, અને તેમને સેનાની જનેઈ આપવી વગેરે.
બ્રાહ્મણેએ આ કરાર કરી આપે એટલે બ્રાહ્મણે અને મહાજને. મળી આચાર્ય મહારાજને વિનતિ કરી કે––હે ભગવન! મહાસ્થાનને ઉદ્ધાર કરે.
આચાર્ય મહારાજ બોલ્યા કે—અમે સાધુ છીએ, અમને રિષ કે તેષ હોતા નથી. શાસનદેવે ધર્મ ઉપર આક્રમણ થાય
ત્યારે પિતાની ફરજ બજાવે છે, તમેએ સંપ કર્યો છે, ન્યાયને માર્ગ સ્વીકાર્યો છે તે શાસનદેવે તમારા આ દુઃખને પણ નાશ કરશે. હું પણ તે માટે ચગ્ય પ્રયત્ન કરીશ.
પછી આચાર્યશ્રી ઉપાશ્રયમાં જઈ ધ્યાન લગાવી બેઠો અને આ તરફ પિલી ગાય બ્રહ્માજીના મંદિરમાંથી ઊઠી ચાલવા લાગી, નગરની બહાર એક સ્થાને જઈ બેઠી અને ત્યાં જ મૃત્યુ પામી. પછી આચાર્ય મહારાજ વ્યાખ્યાનસભામાં આવ્યા અને બ્રાહ્મણોએ તેમને જયધ્વનિથી વધાવી લીધા. આજથી વાયડના બ્રાહ્મણે અને જેનોમાં એકતા સ્થાપિત થઈ, જે ચિરકાળ સુધી ટકી રહી છે.
આ જીવદેવસૂરિ વિહાર કરી ગયા અને ફરીવાર વાયડમાં પધાર્યા તેમણે પિતાને મૃત્યુકાળ નજીકમાં જાણે એક શિષ્યને આચાર્ય પદવી આપી, સંભવતઃ તેનું નામ આ જિનદત્તસૂરિ રાખ્યું, તેને ગચ્છની સારસંભાળ માટે યેગ્ય શિખામણ આપી અને ખાનગીમાં જણાવ્યું કે–પેલા દુષ્ટ યેગીને એક મહાપુરુષની
પરી મળી છે, તે બીજીની તપાસમાં છે, તે મારી પરી મેળવવા પ્રયત્ન કરશે અને મારી પરી મળે છે તે જૈન સંઘને ખૂબ હેરાન કરશે. આથી તમને ખાસ જણાવુ છું કે તમે મારા મરણ પછી મારા નિજીવ શરીર પર મમતા રાખશે નહીં, સ્નેહની
* આ છવદેવસૂરિની આ ગાયવાળી ઘટના, અજ્ઞાન લેખકેએ ખરતરગ૭ના આદ્ય આચાર્ય જિનદત્તસૂરિના નામે ચડાવી દીધી છે જે આ ચરિત્ર વાંચ્યા પછી સ્પષ્ટ સમજાય તેમ છે.
se,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org